BANASKANTHAKANKREJ

કાંકરેજમાં પાટણ-૩ લોકસભા અંતર્ગત શાંતિપુર્ણ માહોલમાં  મતદાન સંપન્ન થયું..

    પાટણ-૩ લોકસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કાંકરેજ તાલુકામાં અંદાજીત ૫૫ ટકા જેટલુ મતદાન થયુ હતુ. કાંકરેજ તાલુકાના ગામડાઓમાં સવારથીજ શરૂઆતમાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.ત્યાંરે શિરવાડામા શતાયુ મતદાર જોષી રેવાબેન નાગજીભાઈએ મતદાન કરી પોતાનો કિંમતી મત આપ્યો હતો. અને શ્તાયુ મતદાર વૃધ્ધ માજીએ યુવાનોને આજના સમયમાં મતદાન કરવા પ્રેરણા પુરી પાડી હતી.એક દિવ્યાંગ મતદારે પણ પોતાનો કિંમતી મત આપ્યો હતો. કેટલાક મતદારે પોતાનો મત પ્રથમ વખત આપી દરેક લોકોને રાષ્ટ્રહિતમાં મતદાન કરવાની તરફેણ કરી હતી.સાંજના ૬ વાગ્યે અંદાજીત ૫૫ ટકા જેટલું મતદાન થવા પામ્યુ હતુ.જેમાંથી આ વખતે ચુંટણીપંચ દ્વારા વિશેષ સુવિધાઓ ગોઠવવામાં આવી હતી.તેમાં કાંકરેજના તાંણા, રતનપુરામાં મોડલ મતદાન મથક તરીકે ફાળવણી કરાઈ હતી.તેમાં આ વખતે હીટવેવની આગાહીને લઈને મતદાન મથકો ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા,વિકલાંગો માટે વ્હીલચેરની વ્યવસ્થા,ગરમીથી રાહત માટે ટેન્ટની સુવિધા આપવામાં આવી હતી.જેમાં કાંકરેજ તાલુકામાં મામલતદાર, ટી.ડી.ઓ.,પી.એસ.આઈ. તેમજ ૨૯૭ બુથો પર કુલ ૧૩૦૦ જેટલા પોલિંગ કર્મચારીઓ  અને અંદાજીત ૬૦૦ જેટલા પોલિસ જવાનોના કાફલા  સાથે ચુસ્ત પોલિસ બંદોબસ્ત સાથે શાંતિપુર્ણ માહોલમાં મતદાન સંપન્ન થયુ હતુ. દરેક ઉમેદવારોના ભાવિ મતપેટી માં સીલ થયા હતા.શાંતિપુર્ણ માહોલમાં ચુંટણી સંપન્ન થતાં તંત્રએ રાહતનો દમ લીધો હતો.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!