વાત્સલ્યમ્ સમાચાર
દોલાભાઈ ખાગડા એ વધુ માં જણાવ્યું હતું કે સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતો થી ડરી રહી છે એટલે વારંવાર પોલીસ ને આગળ કરી ખેડુત આગેવાનો ની અટકાયત કરાવી રહી છે પરંતુ અમારી માંગણી ઓ જલ્દી એ સત્ય છે હકીકત છે તો સરકાર આટલી ની આનાકાની શા માટે ઉધોગપતિઓ ના છેલ્લા નવ વર્ષ માં 25 લાખ કરોડ રૂપિયા માફ થતા હોય તો ખેડૂતો નું દેવું માફ થવું જોઈએ જો આ માગણી સંતોષવામાં નહીં આવે તો આવનારી લોકસભાની ચૂંટણી માં ખેડૂતો આંગળી ના ટેરવે જવાબ આપવા તૈયાર છે કર્જા મુક્તિ નહીં તો વોટ નહીં