BANASKANTHAPALANPUR

જનરલ ઓબ્ઝર્વરની અધ્યક્ષતામાં નગરપાલિકા ટાઉનહોલ ખાતે માઈક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ

ક્રિટીકલ પોલિંગ બુથમાં ચૂંટણી ફરજ માટે કુલ ૪૩૮ માઇક્રો ઓબ્ઝર્વર્સે તાલીમ લીધી

(માહિતી બ્યુરો, પાલનપુર)

 બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલ નગરપાલિકા ટાઉનહોલ ખાતે જનરલ ઓબ્ઝર્વરશ્રી જફર મલિકની અધ્યક્ષતામાં લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત ભારતના ચુંટણીપંચની માર્ગદર્શિકા મુજબ ચૂંટણી સબંધિત કામગીરી માટે નિયુક્ત થયેલ કુલ ૪૩૮ માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજાઈ હતી.

આ પ્રસંગે જનરલ ઓબ્ઝર્વરશ્રી જફર મલિકે સર્વે માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે મતદાનના દિવસે પોલિંગ બુથ પર માઇક્રો ઓબ્ઝર્વરની કામગીરી મહત્વપુર્ણ બની રહે છે. માઇક્રો ઓબ્ઝર્વરે પોતાને ફાળવવામાં આવેલા મતદાન કેન્દ્રમાં થતી નાનામાં નાની ઘટના તથા ચેકલીસ્ટ પ્રમાણે મતદાનની દરેક પ્રક્રિયા ડિટેલ્સમાં ઓબ્ઝર્વ કરવાની રહેશે. તેમણે જણાવ્યું કે માઇક્રો ઓબ્ઝર્વરે મતદાનના દિવસે પોલિંગ બુથ ઉપર સમગ્ર કામગીરી પર ધ્યાન રાખી પોતાની જવાબદારીઓ સુયોગ્ય રીતે નિભાવવાની રહેશે.

આ તાલીમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે બનાસકાંઠા મતવિસ્તારમાં કુલ ૧૯૬૦ પોલિંગ સ્ટેશન પર મતદાન થવાનું છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ન્યાયી, મુક્ત અને શાંતિપૂર્વક મતદાન થાય તે માટે ક્રિટીકલ પોલિંગ સ્ટેશન્સ પર કુલ ૪૩૮ માઇક્રો ઓબ્ઝર્વર્સની ચૂંટણીની કામગીરી માટે નિમણુંક કરવામાં આવી છે. આ માઇક્રો ઓબ્ઝર્વર્સે મતદાનના દિવસે પોલિંગ બુથની સમગ્ર કામગીરી ઉપર દેખરેખ રાખવાની રહેશે તથા તેનો રિપોર્ટ જનરલ ઓબ્ઝર્વરશ્રીને જમા કરાવવાનો રહશે.

આ તાલીમમાં માસ્ટર ટ્રેનર તરીકે ધાનેરા પ્રાંત ઓફિસરશ્રી કલ્પેશ ઉનડકટ દ્વારા માઇક્રો ઓબ્ઝર્વર તરીકે કામગીરી કરનારા સર્વે અધિકારીશ્રીઓને હાઉસ ટુ હાઉસ વોટિંગ તથા મોક ટેસ્ટ, ઓબ્ઝર્વર રિપોર્ટ, ચેકલીસ્ટ જેવી મતદાનના દિવસે શરૂઆતથી અંત સુધી તેમને કરવાની થતી સમગ્ર કામગીરીની ઝીણવટભરી માહિ‌તી આપવામાં આવી હતી. તાલીમના અંતે માઇક્રો ઓબ્ઝર્વર્સના પશ્રોનું સરળ ભાષામાં માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોબેશનરી આઈ.એ.એસ. અધિકારીશ્રી સ્વપ્નિલ સિસલે અને અદિતી વર્સને, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એચ.કે.ગઢવી, પાલનપુરના પ્રાંત અધિકારીશ્રી કમલ ચૌધરી સહિત ચુંટણી પ્રકિયા સાથે જોડાયેલ અધિકારીશ્રીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!