VALSADVALSAD CITY / TALUKO

વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને તકેદારીના પગલા લેવા સૂચન

માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૯ મે

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.૧૧/૦૫/૨૦૨૪  થી તા.૧૬/૦૫/૨૦૨૪ દરમિયાન વલસાડ જિલ્લામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના હોય આવા સમયે વાદળછાયું વાતાવરણને કારણે ખેડૂતોને પાકના રક્ષણ માટે તકેદારીના પગલા લેવા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલા પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું  અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો, ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષીત રાખવો, એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા અને વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી. આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી(ખેતી)/ મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!