GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ પોલીસ સ્ટેશનના પસુ તસ્કરીના ગુનામાં નાસતા-ફરતા બે વોન્ટેડ આરોપીને એલસીબી પોલીસે ઝડપી પાડયા

તારીખ ૦૯/૦૫/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ પંચમહાલ જિલ્લા એલ સી બી પી આઇ એન એલ દેશાઇ તથા એલ સી બી પોલીસ સ્ટાફે વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી જેમાં એલસીબી પોલીસે ખાનગી બાતમીદારોનું નેટવર્ક સક્રિય કરી કામગીરી હાથ ધરી હતી જે અંતર્ગત એલ સી બી પોલીસ સ્ટાફ ને ખાનગી બાતમીદાર પાસેથી બાતમી મળી હતી કે કાલોલ પોલીસ મથકના પશુ તસ્કરીના અને બનાસકાંઠા જિલ્લાના ડીસા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતો ફરતા વોન્ટેડ આરોપી જાફર બીલાલ ડમરી ને રહે.ગોન્દ્રા બર્ગરખાન હોટલ ની પાછળ ગોધરા પોતાના ઘરેથી અને બીજો આરોપી રમીઝ રમજાની મીઠા ગોધરા કોઠી સ્ટીલ ત્રણ રસ્તા પાસે ઉભેલો છે જે બાતમીના આધારે જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફે ઉપરોક્ત બન્ને આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં કાલોલ પોલીસ મથકના પશુ તસ્કરીના અને બનાસકાંઠા જિલ્લાના ડીસા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં પોલીસને હાથતાળી આપી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડવામાં પંચમહાલ જિલ્લા એલસીબી પોલીસની ટીમે મોટી સફળતા મેળવી હતી અને આરોપીને ઝડપી પાડી આગળની કાયદાકીય કાર્યવાહી કરવા અંતર્ગત કાલોલ પોલીસને સોંપ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!