BANASKANTHAKANKREJ

થરા પોલીસે ચાણસ્મા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા એક માસથી નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો

થરા પોલીસે ચાણસ્મા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનાના છેલ્લા એક માસથી
નાસતા-ફરતા આરોપીને ઝડપી પાડ્યો…

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા બ.કાં.પાલનપુરની સુચના આધારે સુબોધ રમેશ માનકર મદદનીશ પોલીસ અધિક્ષક દિયોદર વિભાગ દિયોદર તથા બી.પી.મેઘલાતર ઈન્ચાર્જ સર્કલ
પો.ઈન્સ. શિહોરી ના માર્ગદર્શન સુચના આધારે થરા પી.એસ.આઈ.આર.જે.ચૌધરીએ નાસતા-ફરતા આરોપી પકડી પાડવા પોલીસ સ્ટાફને સુચના કરેલ હોઇ જે આધારે આજરોજ થરા પોલીસ સ્ટાફના માણસો થરા ટાઉનમાં વિસ્તાર પેટ્રોલીંગમાં હતાં દરમ્યાન અ.હેડ.કોન્સ. વિજયકુમાર ભારમલભાઈ તથા અ.હેઙકોન્સ રસીકજી જોયતાજી થરા પો.સ્ટે. નાઓને સંયુક્તમાં બાતમી હકીકત મળેલ કે પાટણ જીલ્લાના ચાણસ્મા પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં ૧૧૨૧૭૦૦૬૨૪૦૩૨૯/૨૦૨૪ ઈ.પી.કો.કલમ.૩૬૩ મુજબના ગુનાના કામના આરોપી સુરેશજી ઉર્ફ ગગો હસમુખભાઇ ઠાકોર રહે.મંડલોપ રાવળવાસ તા.ચાણસ્મા જી.પાટણ વાળો તથા ભોગબનનાર હાલમાં થરા રત્નાકર
સોસાયટીમાં આવેલ છે અને સદરે તહોદાર પાટણ જીલ્લા ના ચાણસ્મા પો.સ્ટે દાખલ થયેલ અપહરણના ગુનામાં છેલ્લા એક માસથી નાસતો-ફરતો હોઇ જે હકીકત આધારે સદરે આરોપીને તથા ભોગબનનારને થરા રત્નાકર સોસાયટીમાંથી પકડી પાડી આગળની
કાયદેસરની કાર્યવાહી કરવા સારૂ ચાણસ્મા પો.સ્ટે જાણ કરેલ છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!