HALOLPANCHMAHAL

હાલોલ:બોર્ડની પરીક્ષાનાં તેજસ્વી તારલાઓ,વી.એમ.સ્કૂલમાં અભ્યાસ કરતી દેવાંશી પટેલે હાલોલ તાલુકામાં પ્રથમ સ્થાન મેળવ્યું

તા.૨૫.મે

વાત્સલ્યમ સમાચાર

કાદીર દાઢી.હાલોલ

માર્ચ 2023 માં યોજાયેલ ધોરણ 10 એસ.એસ.સી.ની પરીક્ષા નું આજે પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓ,અને વાલીઓ માં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.જોકે હાલોલ કેન્દ્રનું 56 ટકા પરિણામ જાહેર થતા કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉતરણીય નહિ થતા વિદ્યાર્થીઓ સહીત વાલીઓ નારાજ જોવા મળ્યા હતા.આજ રોજ ધોરણ 10 એસ.એસ.સી.ની પરીક્ષાનું પરિણામ જાહેર થતા હાલોલ કેન્દ્રનું 56 ટકા પરિણામ આવ્યું છે.જેમાં નગર ના ગોધરા રોડ સ્થિત વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ શાળાનું 75 ટકા પરીણામ આવ્યું હતું. તેમાં પટેલ દેવાંશી લીરીન કુમારે 99.63 પર્સન્ટાઈલ એ.1 ગ્રેડ મેળવી શાળા તથા હાલોલ નગર માં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.જયારે પરમાર ભાવ્યા સંકેતકુમાર 98.09 પર્સન્ટાઈલ મેળવી શાળામાં બીજું સ્થાન તેમજ વરીયા માહી ગોવિંદભાઇ 97.93 પર્સન્ટાઈલ મેળવી ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.જયારે વી.એમ. ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનું 89 ટાકા પરીણામ આવ્યું હતું. જેમાં રાઉલજી દ્રુમિલ પ્રદીપસિંહ 96.94 પર્સન્ટાઈલ મેળવી શાળા માં પ્રથમ ક્રમાંકે મેળવ્યું હતું. જયારે ચૌહાણ ચિત્રા અજયસિંહ 94.80 પર્સન્ટાઈલ મેળવી બીજા નંબરે તેમજ પટેલ દીપેન દિલીપભાઈ 93.43 પર્સન્ટાઈલ મેળવી ત્રીજા ક્રમાંક મેળવ્યો હતો જ્યારે મોહમંદ અર્શ જાવેદ પતરાવાળા એ 95.88 ક્રમાંક મેળવી શાળા નું ગૌરવ વધાર્યું હતું.જયારે નગર ના ધી.એમ.એસ.હાઈસ્કૂલ માં અભાયસ કરતી અને નગરના મોહંમદી સ્ટ્રીટ ખાતે રહેતી ફલક ફિરોજ બાગવાલાએ 97.59 પર્સન્ટાઈલ મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.હાલોલ નગરનાં આ બંને મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓ ફલક બાગવાલા અને મોહમંદ અર્શ એ ધોરણ 10 ની પરીક્ષામાં મુસ્લિમ સમાજને ગૌરવ અપાવતી સિદ્ધિ પ્રાપ્ત કરતા હાલોલ મુસ્લિમ સમાજના અગ્રણીઓ તેમજ શાળાના શિક્ષકોએ શુભેચ્છાઓ પાઠવી અભિંનદન પાઠવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!