BANASKANTHAKANKREJ

શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહલગ્ન સમિતિ રાધનપુર દ્વારા ૨૨ મા સમુહલગ્નોત્સવમાં ૧૫ નવયુગલોએ પ્રભુતામાં પગલાં પડ્યા..

અત્યારના જમાનામાં મોંઘવારીએ માજા મૂકી છે ઘણાબધા ખર્ચાઓ પણ વધી રહ્યા છે અત્યારના સમયમા મધ્યમ અને  ગરીબ પરિવારોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓની ખરીદી કરવી ખુબજ અઘરી બની છે આવા સમયમાં પોતાના દીકરી દીકરાના લગ્નની વાત કરવામાં આવે તો ગરીબ લોકો પોતાની પાસે પૂરતા રૂપિયા ના હોવાથી ઉછી-પાછી કરી પોતાની દીકરી-દીકરાઓ પરણાવતા હોય છે ત્યારે આવા ખર્ચાઓ પર કંટ્રોલ કરવા માટે તમામ સમાજો દ્વારા સમાજના સમાજ બંધુઓ ભેગા મળીને કમિટીઓ બનાવીને દરેક સમાજોમાં ખોટા ખર્ચાથી બચવા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મોંઘવારીમાં પોતાના દીકરી દીકરાના લગ્ન ધામધૂમ પૂર્વક સમાજના રીત રિવાજ મુજબ કરી શકે અને વધારે ખર્ચાઓ ટાળી શકાય તે માટે સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે અને મધ્યમ અને ગરીબ પરિવારો સમૂહ લગ્નમાં પોતાની દીકરી ને પરણાવવાનો એક અમૂલ્ય અવસર મળે તેવા ઉમદા આશયથી સમાજ સુધારકો, વડીલો તેમજ યુવા મિત્રો સમૂહ લગ્ન કરાવતા હોય છે ત્યારે નવાબી નગરી રાધનપુર ખાતે ભાભર હાઈવે ઉપર આવેલ શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી શાંતાબેન હેમાભાઈ પ્રજાપતિ છાત્રાલય રાધાનપુરના પટાંગણમા અશ્વિનભાઈ પ્રજાપતિ-ગાંજીસર ના અધ્યક્ષ સ્થાને મુખ્ય મહેમાન શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના પ્રમુખ ભીમજીભાઈ પ્રજાપતિ સુરત,ઉદ્ધઘાટક વિષ્ણુભાઈ પ્રજાપતિ,સન્માનીય મહેમાન રસિકભાઈ પ્રજાપતિ, અતિથિ વિશેષ નટવરભાઈ પ્રજાપતિ સીનાડ,શ્રી ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર પરગણા સુરતના ઉપપ્રમુખ એવમ સુરત મહાનગરપાલિકા રિટાયર્ડ હેડ ક્લાર્ક મનસુખભાઈ ડી.પ્રજાપતિ,તુલસીભાઈ પ્રજાપતિ રોઈટા તથા ત્રિભોવનભાઈ પ્રજાપતિ વડનગર,નરસુંગભાઈ પ્રજાપતિ ચલવાડા,શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ બરગોળ કડી ના પૂર્વપ્રમુખ કાંતિભાઈ પ્રજાપતિ,હીરાભાઈ પ્રજાપતિ ગાંધીધામ, કરશનભાઈ પ્રજાપતિ ઊણ,શ્રી પ્રજાપતિ યુવા સંગઠન રાધાનપુરના પ્રમુખ ભરતભાઈ એલ.પ્રજાપતિની વિશેષ ઉપસ્થિતિમાં શાસ્ત્રી મહેશભાઈ પંડિતના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાંર સાથે કલાવૃંદ સુરેશભાઈ ઓઝા, ભગવતીબેન પ્રજાપતિના કંઠે લગ્નગીત દ્વારા સંગીતના સુરોવચ્ચે આજરોજ સંવત ૨૦૮૦ ના ચૈત્રવદ-૪ને રવિવાર તા.૨૮/૦૪/૨૦૨૪ ના રોજ ૨૨ માં સમુહ લગ્નોત્સમા ૧૫ નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા.ત્યારબાદ દીપ પ્રાગટય કરી દાતાઓનો સન્માન સમારોહમાં પ્રહલાદભાઈ પ્રજાપતિએ શાબ્દિક શબ્દો દ્વારા મુખ્ય મહેમાન,અધ્યક્ષ,તમામ દાતાઓ, અતિથિ વિશેષ,તમામ પરગણાના પ્રમુખ/મંત્રીઓ,વિવિધ મંડળના પ્રમુખ/મંત્રીઓ,યુવા સંગઠનો, ઉદ્ઘોષકો,તમામ સ્વયંસવકો તેમજ સમાજના તમામ જ્ઞાતિ બંધુઓનો,પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આ સમૂહ લગ્નમાં સહકાર આપી સફળ બનાવવા બદલ શ્રી આઠ બાર પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર સદાય દરેકના ઋણી રહેશે.સમૂહલગ્નની શોભા વધારી તે બદલ શ્રી આઠ બાર પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુર વતી આભાર માન્યો હતો.ભોજનના દાતાઓ ગં.સ્વ.પદ્માબેન અરજણભાઈ પ્રજાપતિ પરિવાર ગાંજીસર,ધનીબેન તળસીભાઈ પ્રજાપતિ પરિવાર ગાંજીસર સહિત દરેક દાતાઓ સન્માનીય આગેવાનો આમંત્રિત મહેમાનોને ફુલહાર પહેરાવી સન્માનપત્ર આપી પ્રમુખ માધુભાઈ, દશરથભાઈ,મંજીભાઈ, લક્ષમણભાઈ,પ્રહલાદભાઈ સહિતની ટીમે સન્માન કર્યું હતું.કાર્યક્રમનું સંચાલન ડો.સુરેશ ઓઝાએ જ્યારે આભાર વિધિ દશરથભાઈ પ્રજાપતિ બંધવડવાળાએ કરી હતી.
નટવર.કે.પ્રજાપતિ,થરા

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!