BANASKANTHAPALANPUR

ગુજરાતી ફિલ્મનાં કલાકારો સ્વસ્તિક સમર કેમ્પ ની મુલાકાતે

28 એપ્રિલ વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો

શ્રી સોળગામ લેઉવા પાટીદાર પ્રગતિ મંડળ,પાલનપુર સંચાલિત સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા “પાંચ દિવસીય સમર કેમ્પ ” નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેનો આજ રોજ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાયો હતોઅપકમિંગ ગુજરાતી ફિલ્મ *”મારું મન તારું થયું”* નાં જાણીતાં કલાકારો આજ રોજ સમર કેમ્પ ની મુલાકાતે પધાર્યા હતા. આ ફિલ્મની સ્ટાર કાસ્ટ જેમાં ગુજરાતી સિરિયલ અને ફિલ્મો નાં પ્રસિદ્ધ અભિનેતા *ભરત ઠક્કર* , ગુજરાતી સિરિયલ અને ફિલ્મો નાં પ્રસિદ્ધ અભિનેત્રી *કોમલ પંચાલ* (કલર્સ ચેનલ ઉપર ની *મોટી બા ની નાની વહુ* સિરિયલ ફેમ), ગુજરાતી ફિલ્મોના જાણીતા અભિનેતા *રાહુલ રાવલ* (છેલ્લો દિવસ ફેમ), આ ફિલ્મ નાં ડાયરેક્ટર *સિદ્ધાર્થ ત્રિવેદી* વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મંડળ ના પ્રમુખ રમેશભાઇ પટેલ નાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ સ્વસ્તિક સમર કેમ્પ ની પૂર્ણાહુતિ પ્રસંગે પધારેલ કલાકારોના વરદ હસ્તે ચિત્રકલા હરીફાઈના વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તદુપરાંત, સ્વસ્તિક આર્ટ એકેડમી નિર્મિત અને ડાયરેકટર નયન ચત્રારિયા દિગ્દર્શિત ” ભાગ્ય રેખા ” એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મનાં કલાકારો ને પણ આ પ્રસંગે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.  આ પ્રસંગે તમામ વિભાગના આચાર્ય , સ્ટાફ ગણ સહિત મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!