GUJARATSINOR

દિવસે વિજળી આપવાની માંગ સાથે કંજેઠા ના ખેડૂતો નું, શિનોર MGVCL ને આવેદન

દિવસે વિજળી આપવાની માંગ કરતા કંજેઠા ગામના ખેડૂતો એ તાલુકા ભાજપ આગેવાન સચિન પટેલ ની આગેવાની માં,શિનોર MGVCL કચેરી એ પહોંચી,ફરજ પરના નાયબ ઇજનેર ને આવેદન આપી, દિવસે વિજળી આપવાની માંગ કરી હતી…
કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતો ને દિવસે વિજળી આપવાની જોગવાઈ છે.સરકાર ધ્વારા ખેડૂતો ને સિંચાઇ ના પાણી માટે તકલીફ ના પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના અમલમાં મુકાઇ છે. પરંતુ આ યોજના નો લાભ આજે પણ શિનોર તાલુકાના કેટલાય ગામોમાં મળી રહ્યો નથી.એ હકીકત છે.. જેમાં આ યોજના થી આજદીન સુધી વંચિત રહી સિંચાઇ ના પાણી માટે રાત્રીના સમયે જીવના જોખમે ખેતી કરતા કંજેઠા ગામના ખેડૂતો એ આજરોજ, તાલુકા ભાજપ આગેવાન સચિન પટેલ ની અધ્યક્ષતામાં,શિનોર સ્થિત MGVCL ની કચેરી એ પહોંચી ફરજ પર હાજર નાયબ ઇજનેર ને આવેદન આપી સિંચાઇ માટે ની વિજળી રાત્રીના સ્થાને દિવસે આપવાની માંગ કરી હતી.. ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં જંગલી જનાવરો ધ્વારા પશુઓ સહિત ખેડૂત અને ખેતમજૂરો પર હૂમલો થવાની ઘટના અવારનવાર બનતી હોય રાત્રીના સમયે ખેડૂતો અને ખેતમજૂરો ખેતરે જતાં ભય અનુભવી રહ્યાં છે..

ફૈઝ ખત્રી..શિનોર

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!