HALVADMALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKOTANKARAWANKANER

દલાલો અને વચેટીયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓથી ત્રસ્ત જનતા ભાંડાફોડ કરશે. ?

દલાલો અને વચેટીયાઓ અને ભ્રષ્ટ અધિકારીઓથી ત્રસ્ત જનતા ભાંડાફોડ કરશે

સરકારી કચેરીઓમાં રીશ્વત ફરજીયાત બની હોવાથી જનતા ત્રાહિમામ

ગુજરાતની સરકારી કચેરીઓમાં નિયમો પ્રમાણે નિયમિત કામકાજ કરવા નોકરીઓ કરવા નિમાયેલા જનતાની સેવા માટેના કરવેરાના પૈસાના પગારદાર જીલ્લા અને તાલુકાના અધિકારીઓ પાસે નિયમ અનુસાર ફરજ રુપે કરવાના કામ માટે ભ્રષ્ટાચારી અધિકારીઓને ચુકવવા માટે દલાલો અને વચેટીયાઓ દ્વારા મોટી રીશ્વતો માંગવામાં આવે છે અને જરૂરી કામો કરાવવા જનતાને મજબુરીથી લાંચ આપવી પડે છે,

લાખો-કરોડો રૂપીયાના લાભ આપવાની સતાઓ ધરાવતા સચિવાલયના મોટા અધિકારીઓ અને જીલ્લાના કલેકટરો, અધિક કલેકટરો, ડીડીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, પ્રાંત અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, વન અધિકારીઓ, પુરવઠા અધિકારીઓ, મામલતદારો, પોલીસ અધિકારીઓ, ભૂસ્તર શાસ્ત્રીઓ, જેવા અધિકારીઓ વતી મોટી રીશ્વતો લેવામાં આવતી હોવાથી જનતા ત્રાહિમામ્ પોકારી રહી છે

પરંતુ અનેક કિસ્સાઓમાં જાણવા મળ્યું છે કે જે અધિકારીઓના નામે રીશ્વત લેવામાં આવે છે તે અધિકારીને તેની જરાપણ જાણ હોતી નથી ફક્ત ખોટી રીતે અધિકારીના નામે વચેટીયાઓ અને દલાલો બધી રિશ્વત ખાય રહ્યા છે,

સરકારી કચેરીના મુખ્ય વડા અધિકારીની સાથે સતત કામ કરતાં તેનાથી નીચલા દરજ્જાના કર્મચારીઓ અને દલાલો ચોક્કસાઇ પુર્વક ફરજીયાત રીશ્વતખોરી ચલાવતાં હોય છે,

જીલ્લાની કચેરીઓમાં નાના મોટા અનેક દલાલો અને કર્મચારીઓ વિશ્વાસથી અધિકારી માટે પૈસાની લેતી દેતી કરીને કાળી કમાણી કરતાં રહે છે,

કલેકટર, ડીડીઓ, ડીએસપી હોદા ઉપરના આઇ.એ.એસ અને આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓ જીલ્લાના રાજાઓ જેવા હોય છે એમને ખુબ મોટી સતા તથા મોટી જવાબદારીઓ આપવામાં આવી છે, એમની પાસે કાયદાઓનું પુરતું જ્ઞાન હોય છે તેમ ધર્મ અને કર્મનું જ્ઞાન હોય છે, તેથી નિયમો પ્રમાણે જનસેવાના અને સરકારી તંત્રના રોજીંદા અને નિયમિત કરવામાં આવતા ફરજના કામોમાં કોઇ મોટા અધિકારીઓ રીશ્વત લેતા નથી,

જનતાના કરવેરામાંથી લાખો રૂપિયા પગાર, સરકારી ગાડીઓ અને સરકારી બંગલાઓમાં રહેતા આઇ.એ.એસ, આઇ.પી.એસ.ને પણ આંખ કાન નાક અને મગજ હોય છે એ પણ માણસ છે તેથી આ અધિકારીઓને ખબર છે કે જનતાના કરવેરાના પૈસાથી, ગરીબોના પરસેવાથી, મજૂરોના લોહી પાણી નીચોવાય ત્યારે સમાજની અને સરકારી તંત્ર વ્યવસ્થા ચાલે છે, તેથી ઉચ્ચ સતાધીશ અધિકારીઓ નિર્દય બનીને લાંચ રીશ્વત લેતાં અનેકવાર વિચાર કરે છે, આઇ.એ.એસ. આને આઇ.પી.એસ અધિકારીઓ રોજીંદા સરકારી કામોમાં લાંચ લેતા નથી પણ તેના નામે નીચેના કર્મચારીઓ લાંચ લેતા હોય છે,

આજના ગુનાખોરીના રાજકારણથી પેદા થયેલા ગુનાખોર નેતાઓ, તુચ્છ શિક્ષણ અને બેનંબરી કમાઇમા પોષણ પામેલા નેતાઓ અને રાજકીય માફીયાઓ નીચે કામ કરવામાં આઈ.એ.એસ. અને આઇ.પી.એસ કક્ષાના અધિકારીઓને ઘણી સમજણ તેમજ સહનશકિત જાળવીને કામ કરવું પડે છે એટલે સંખ્યાબંધ કિસ્સાઓમાં અધિકારીએ લાંચ લેતા નથી છતાં તેના નામે લાંચ લેવામાં આવતી હોવાનું ચર્ચાય છે,

જેના નામે લાંચ લેવામાં અથવા માંગવામાં આવતી હોય તે અધિકારીને અરજદારે રૂબરૂ મળીને કેટલા રૂપિયા ચૂકવ્યા અથવા કેટલા રૂપિયાની લાંચ માંગવામાં આવી છે અથવા કેટલા રૂપિયાની લાંચ આપી છે તે અધિકારીને ચોક્કસ જાણ કરવી જોઇએ,

ખનીજ ચોરી કરનારા , જમીન કૌભાંડ કરનારા, બુટલેગર, હત્યારા, બળાત્કારી, ચરિત્રહિન પ્રવૃતિઓ અને ધંધાઓથી કાળું ધન કમાનાર માથાભારે ગુનાખોર માફીયા નેતાઓની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે તેનાથી જનતા પીસાય રહી છે પણ સૌથી મોટી તકલીફ અને સમસ્યાઓ આઇ.એ.એસ. તથા આઇ.પી.એસ. અધિકારીઓને થઈ રહી છે,

મોંઘવારી અને બેરોજગારી, મંદી અને ભ્રષ્ટાચારના આજના સમયમાં અરજદારો પાસે રીશ્વત આપવાની શકિત રહી નથી, કાયદેસરનું કામ કરાવવા પણ ફરજીયાત લાંચ આપવી પડે છે આ ફરજીયાત રીશ્વતનો વણલખ્યો નિયમ બની જવા પાછળ અધિકારીઓ, નેતાઓ અને ગુનાખોરોની સિન્ડિકેટો જવાબદાર છે,

જમીન કૌભાંડોનો ધંધો અને રેતી, પથ્થર, કોલસા, જેવા અનેક ખનીજની નાની નાની લીઝો મેળવીને કાયમી ખનીજ ચોરીનો ધંધો કરતા મોટાભાગના માફિયાઓને બે લાખથી પાંચ લાખની રીશ્વતો લઈને હથીયાર પરવાના આપવામાં આવ્યા છે , તેથી પિસ્તોલો અને રિવોલ્વર જેવા ઘાતક હથિયારો સાથે મોંઘી લકઝરીયસ ગાડીઓમાં ફરતાં માફીયાઓ અને લાંચીયા ભ્રષ્ટ અધિકારીઓથી જનતામાં ભય અને ડર ફેલાયેલો રહે છે,

મોટા ભાગના કાયમી ખનીજ ચોરો અને જમીન કૌભાડીયાઓ હાઇવે ઉપર હોટલો, પેટ્રોલ ડીઝલ પંપો પણ ચાલુ કરી દીધેલા છે મહેસૂલ અને પોલીસ ખાતાના મોટા અધિકારીઓના સગાઓ ઉપરાંત અમુક અધિકારીઓ પોતે પણ સતાના પાવરથી ખનીજ ચોરી અને જમીન કૌભાંડો કરી રહ્યા છે, આવા લોકોને હથીયાર પરવાના પણ આપેલા છે જેથી પ્રજાજનો અને અરજદારો ભયભીત રહે છે,

ગુજરાતની વાસ્તવિકતા છે કે ૬૮૦૦૦ થી વધુ હથીયાર પરવાનાઓ આપેલા છે તેમા એક ટકો સાચા પરવાના અપાયેલા છે બાકી બધા બેનંબરના અનધિકૃત અને ગુનાખોરી કરીને માલદાર બનેલા લોકોને રક્ષણ આપવા હથિયારો અપાયા છે, જેના કારણે સામાન્ય જનતા ઉપર અત્યાચાર અને અન્યાય કરનારા અધિકારીઓ અને માફિયાઓનો અજ્ઞાત ભય રહે છે

ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ અને માથાભારે લોકોની જીલ્લા કક્ષા તેમજ તાલુકા કક્ષાએ સિન્ડિકેટો (ભ્રષ્ટાચારી માફીયા ટોળી) બનેલી હોય છે, આ સિન્ડિકેટોને કારણે ભ્રષ્ટ અધિકારીઓ અને કર્મચારીઓને માથાભારે તત્વોનું પીઠબળ બનેલું હોવાથી સરકારી કર્મચારીઓ અને અધિકારીઓ દાદાગીરીથી ફરજીયાત રીશ્વત વસુલી રહ્યા છે જીલ્લાની કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ સ્વતંત્ર સરકાર ચલાવી રહ્યા છે, ધારાસભ્યો, સંસદસભ્યો, મંત્રીઓ મોટા ભ્રષ્ટાચાર ચલાવવા જીલ્લાના અધિકારીઓને પરોક્ષ ફરજ પાડતા હોવાથી અધિકારીઓ પણ વિશ્વાસુ દલાલો અને કાયદાના જાણકાર વચેટીયાઓની મદદથી વ્યાપક રિશ્વતખોરી ચલાવી રહ્યા છે,

મોબાઇલ અને ઇન્ટરનેટ તથા ઓનલાઇન માહિતીને કારણે જીલ્લાની કચેરીઓના સીધા તાર સચિવાલયમાં સચિવોની કચેરીઓના કર્મચારીઓ સાથે જોડાયેલા હોય છે , જમીન કૌભાંડો અને ખનીજ ચોરીના ધંધામાં ગામના તલાટી સરપંચથી તાલુકાના અધિકારીઓ, જીલ્લાના કર્મચારીઓ અને સચિવાલયના કર્મચારીઓ એકબીજા સાથે જોડાયેલા રહે છે અને જ્યાં સુધી અરજદાર પુરતી રીશ્વત આપે નહીં ત્યાં સુધી વારંવાર અનેક રજુઆતો કરતા રહે તો પણ અરજદારોને મહીનાઓ અને ૧૦-૧૨ વર્ષ સુધી દોડાવવામાં આવે છે અને મહીનાઓ સુધી અરજદારોના કામ કચેરીઓમાં દબાવીને અટકાવી રાખવામાં આવે છે,

સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને રીશ્વત નથી મળતી ત્યારે અન્યાયનો ભોગ બનેલા અરજદારો જીલ્લા કોર્ટો અને હાઇકોર્ટમાં દાવાઓ અને કેસો દાખલ કરે છે કોર્ટમાં પણ અધિકારીઓ સાચા કાયદાઓની સ્પષ્ટતા કરતાં નથી, કોર્ટમાં ભ્રષ્ટાચારી અધિકારીઓ ખોટી અને અધુરી વિગતો રજુ કરીને શક્ય હોય ત્યાં સુધી અરજદારની વિરૂધ્ધ જજમેન્ટ આવે તે પ્રમાણે રજુઆત કરે છે હાઇકોર્ટે કે જીલ્લા કોર્ટ અરજદારની તરફેણમાં ચુકાદો આપેલો હોય તો પણ સચિવાલય અને જીલ્લાના અધિકારીઓ હુકમનું પાલન કરતા નથી તેથી હાઇકોર્ટમાં પણ સંખ્યાબંધ કન્ટેપ્મ્ટ કેસો ચાલી રહ્યા છે આ પરિસ્થિતિ બની ચુકી હોવાથી મજબુરીવશ અરજદારો સરકારી કચેરીઓમાં જતાં સમયે લાંચ રીશ્વતથી કામ કરાવી આપતાં દલાલો અને વચેટીયાઓ તથા લાંચીયા કર્મચારીઓનો સંપર્ક શોધે છે.

સ્થાનિક વિસ્તારમાં ખનીજ ચોરી , હત્યા, મારામારી, જમીન કૌભાંડો કરતાં તેમજ માથાભારે તત્વો સાથે રાખીને કાળા ધંધા કરનારા, તથા કાળા નાણાંથી સામ દામ દંડથી ચૂંટણી જીતવા સક્ષમ નેતાઓને રાજકીય પક્ષો ટીકીટ આપે છે જેથી વધુને વધુ ભ્રષ્ટ માફીયાઓ સતા મેળવીને સમગ્ર તંત્ર વ્યવસ્થાને બરબાદ કરી ભ્રષ્ટાચારી માફિયા સિન્ડિકેટોના નીચે ચલાવી રહ્યા છે જેના પરીણામે જીલ્લા અને તાલુકાઓની કચેરીઓમાં ભ્રષ્ટાચારીઓ આને માફિયાઓનું સામ્રાજ્ય બની ગયું છે,

જનતાએ આ ભ્રષ્ટાચારી અધિકારીઓ અને માફિયા નેતાઓના તાનાશાહી શાસનથી છુટકારો મેળવવો હોય તો આજ સુધી ચૂંટાયેલા તમામ રાજકારણીઓનો બહિષ્કાર કરવો પડશે, જે ધારાસભ્ય કે સંસદસભ્ય બની ચુક્યા છે તેવા દરેક નેતાઓ અને તેના ઘરના બીજા સભ્યોનો જનતાએ બહિષ્કાર કરવો જોઇએ, એકવાર સતા ભોગવી ચુકેલા પરિવારને બીજી વાર કોઇએ મતદાન કરવું નહી.

ભ્રષ્ટાચારી અધિકારીઓની વિગતો વિભાગના સચિવો,તકેદારી આયોગ, રાજ્યપાલ, આને લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોને અચુક જાણ કરો, ભ્રષ્ટાચારીઓની બે નામી સંપત્તિઓ અને ભ્રષ્ટાચારીઓની વિગતો પત્રકારો અને સમાચાર ચેનલોને આપીને ભ્રષ્ટાચારી કર્મચારીઓ, અધિકારીઓ ખુલ્લા પાડવાનું જન આંદોલન ચલાવાય તો ભ્રષ્ટાચાર અને કૌભાંડોથી જનતાને મુક્તિ મળી શકશે,

યાદ રાખજો આજ સુધી ધારાસભ્ય અને સંસદસભ્ય બની ચુકેલા ઓને ફરી બીજીવાર‌ મતદાન નહીં આપવાની પ્રતિજ્ઞા કરજો..

આ સંદેશો જાહેર જનતાને માફિયા અને સરમુખત્યાર અધિકારીઓથી મુક્તિ અપાવવા વધુને વધુ ગ્રુપમાં ફોરવર્ડ કરશો

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!