MORBIMORBI CITY / TALUKO

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના ડો.વિરલભાઈ લહેરુ

મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતા મોરબી ના ડો.વિરલભાઈ લહેરુ

સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ-મોરબી ના અગ્રણીઓની ઉપસ્થિતી માં સેવાકાર્ય થકી કુળ દીપક નો પ્રથમ જન્મદીન ઉજવતો મોરબી નો લહેરુ પરિવાર

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે મોરબી ના લેહરુ ડાયગ્નોસ્ટિક લેબ વાળા ડો. વિરલ ભાઈ લહેરુ એ પોતાના પુત્ર દીશાન નો પ્રથમ જન્મદીન સદાવ્રત માં મહાપ્રસાદ યોજી ઉજવ્યો હતો. આ તકે ડો. બી.કે. લહેરુ સાહેબ, શ્રીમતિ ઉર્મિલાબેન લહેરુ, ડો. વિરલભાઈ લહેરુ, શ્રીમતિ પુજાબેન લહેરુ, વિહાન લહેરુ સહીત ના તેમના પરિવારજનો એ પોતાના વરદ હસ્તે મહાપ્રસાદ વિતરણ કરી પૂ.જલારામ બાપા ના આશિર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ પ્રસંગે મોરબી સિનિયર સિટીઝન્સ કાઉન્સિલ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત લેહરુ પરિવાર દ્વારા મોરબી જલારામ મંદિર ના અગ્રણી શ્રી ગીરીશભાઈ ઘેલાણી તેમજ વિદેશ ગમન કરનાર કે.પી.ભાગીયા સાહેબ નુ શાલ ઓઢાડી સન્માન કરવા માં આવ્યુ હતુ.


પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના લેહરુ પરિવારે સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ભાવીનભાઈ ઘેલાણી, નિર્મિત કક્કડ,ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન સહ જન્મદીન ની શુભકામના પાઠવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!