AHAVADANGGUJARAT

વઘઇ ABVP નાં વિદ્યાર્થીઓ દ્વારા પક્ષીઓ માટે ખોરાક અને પાણીના કુંડા વ્યવસ્થા કરી માનવતા મહેકાવી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગ્રુપનાં વિધાર્થીઓ દ્વારા પક્ષી મારો મિત્ર અભિયાન અંતર્ગત વધતી જતી અસહ્ય ગરમીમાં પક્ષીઓ માટે પાણીના કુંડા અને દાણની વ્યવસ્થા કરી માનવતા મહેકાવી..

પ્રાપ્ત વિગતો અનુસાર Students for Development ( SFD ) & Agrivision ગ્રુપ વઘઈ નગરનાં કાર્યકર્તાઓ દ્વારા અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે મદદની એક પહેલ કરી છે.Students for Development ( SFD ) & Agrivision વઘઈ નગરનાં કાર્યકર્તાઓ દ્વારા “પક્ષી મારા મિત્ર” અભિયાન અંતર્ગત ઠેરઠેર પાણીના કુંડા અને ખોરાક માટે દાણ મૂક્યા હતા.સ્ટુડન્ટ્સ ફોર ડેવલપમેન્ટનાં કાર્યકર્તાઓ દ્વારા દ્વારા મૂંગા પક્ષીઓ માટે કામગીરી કરવામાં આવતા સ્થાનિકો દ્વારા તેમને બિરદાવવામાં આવ્યા હતા. તેમજ આ પ્રકારની કામગીરી કરીને અન્ય લોકો માટે પણ પ્રેરણા રૂપ સાબિત થઈ રહ્યા છે..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!