HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ અને સરામાંથી લાખોની વીજચોરી ઝડપાઇ

હળવદ શહેરમાંથી રૂ.૧૩ લાખની અને સરા સહિતના વિસ્તારોમાંથી ૨૭ લાખની વીજચોરી પકડાઈ

હળવદ પીજીવિસીએલ ડિવિઝનમાં આવતા સરા સબ ડિવિઝનમાં ૩૧ ટીમો દ્વારા વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ઘરવપરાશના ૧૯, વાણિજ્ય -૦૨, ખેતીવાડીમાં – ૦૯ મળી કુલ ૩૦ કનેક્શનોમાં વીજચોરી પકડાઈ હતી. આ સાથે વેલાળા ગામે રેતીના પ્લાન્ટમાં વીજચોરી પકડાઈ હતી. આ કનેક્શન ધારકોને રૂ. ૨૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ ઉપરાંત હળવદ સિટી તથા ચરાડવા ખેતીવાડી સબ ડિવિઝનમાં ચેકીંગની કુલ ૧૪ ટીમો હતી. જેમાં ઘરવપરાશના ૧૧, વાણિજ્ય -૦૧, ખેતીવાડીમાં – ૦૪ મળી ૧૪ વીજ જોડાણોમાં ચોરી પકડાઈ હતી. તેમાં હળવદ સિટીમાં મહાવીરપાર્ક, ધરતીનગર, કુંભારપરા, ખરાવાડ, તેમજ જુદી જુદી સોસાયટી વિસ્તારમાં જુદી જુદી ટુકડીઓ બનાવી વીજ ચેકીંગ કરતા કુલ ૧૧.૨૬ લાખની વીજ ચોરી પકડાઈ છે તથા ચરાડવા ખેતીવાડી વિસ્તારમાં વીજ ચેકીંગ કરતા કુલ ૦૪ વીજ જોડાણો વીજચોરી પકડાઈ હતી તેમાં ૨.૦૫ લાખની વીજચોરી પકડાઈ હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!