GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મહાસંઘ દ્વારા બીએલઓમાંથી શિક્ષકોને મુક્તિ આપવા રજુઆત કરાઈ

મોરબી મહાસંઘ દ્વારા બીએલઓમાંથી શિક્ષકોને મુક્તિ આપવા રજુઆત કરાઈ

મોરબી મહાસંઘ દ્વારા બીએલઓમાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા વધુ હોય એમને મુક્ત કરી અન્ય કર્મચારીઓને બીએલઓની કામગીરી સોંપવા કલેક્ટરને રજુઆત

BLO બાબતે પ્રવિણભાઈ સોનગ્રા પૂર્વ ચેરમેન શિક્ષણ સમિતિ અને વર્તમાન કારોબારી ચેરમેનને સાથે રાખી કલેક્ટરને રજુઆત કરાઈ

મોરબી જિલ્લામાં બીએલઓમાં પ્રાથમિક શિક્ષકોની સંખ્યા અન્ય કર્મચારીઓની સરખામણીમાં ખુબજ વધુ છે,એક શાળામાંથી પચાસ ટકા કે તેથી વધુ પ્રાથમિક શિક્ષકો બીએલઓ તરીકેના હુકમો આપેલ હોય,વર્ષ દરમ્યાન સતત મતદારયાદી સુધારણાની કાનગીરી,બીએલઓની ઓનલાઈન કામગીરી,ડોર ટુ ડોર કામગીરી ચાલુ જ રહેતી હોય, શિક્ષણકાર્યમાં,શાળા વ્યવસ્થાપનના અનેક પ્રશ્નો ઉપસ્થિત થાય છે,બીએલઓની કામગીરી શાળા સમય દરમ્યાન કરવાની ન હોય તો બીએલઓને એ કામગીરીની પ્રાપ્ત રજા આપવામાં આવે છે,એ રજાઓ બીએલઓ શાળાના શૈક્ષણિક વર્ષમાં જ ભોગવતા હોય એનો ભોગ શાળાના વિદ્યાર્થીઓ બને છે આમેય પ્રાથમિક શિક્ષકો શિક્ષણ સિવાયના 110 જેટલા શિક્ષણ સિવાયના બિન શૈક્ષણિક કામોનું ભારણ તો છે જ.એમાંય બીએલઓ તરીકેની કામગીરીનું ભારણ હોય શિક્ષકો અભ્યાસક્રમ પૂર્ણ કરી શકતા ન હોય શાળાની શૈક્ષણિક ગુણવત્તા નબળી રહેતી હોય બીએલઓ તરીકે *ઈલેક્શન કમિશનના ઉપરોક્ત પત્રના નિયમ ૧.૪ ના પેટા નિયમ d ની* જોગવાઈ મુજબ બુથ લેવલ ઓફિસર તરીકે ઓછામાં ઓછા સૂચિત કરવાના નિયમાનુસાર મોરબી જિલ્લામાં બીએલઓ તરીકે પ્રાથમિક શિક્ષકોને મુક્ત કરી અન્ય વિભાગના કર્મચારીઓને જવાબદારી સોંપવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ-મોરબી જિલ્લા દ્વારા પ્રવિણભાઈ સોનગ્રા પૂર્વ ચેરમેન જિલ્લા શિક્ષણ સમિતિ અને વર્તમાન કારોબારી ચેરમેનને સાથે રાખી બીએલઓમાં પ્રાથમિક શિક્ષકોને ઓછા પ્રમાણમાં લેવા કલેકટરને રજુઆત કરવામાં આવેલ છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!