GUJARAT

આણંદ શહેરમાં ૭૭માં સ્વતંત્રતા ની અનોખી ઉજવણી શાળાના સિક્યુરિટી ના હસ્તે ધ્વજ ફરકવામાં આવ્યો

આણંદ શહેરમાં ૭૭માં સ્વતંત્રતા ની અનોખી ઉજવણી શાળાના સિક્યુરિટી ના હસ્તે ધ્વજ ફરકવામાં આવ્યો

 

તાહિર મેમણ : 15/08/2023 – આણંદ શહેરની સેન્ટ સિરીલ સ્કૂલ માં ધ્વજ વંદન માં કોઈ MP,MLA કે કોઈ ઉચ્ચ અધિકારી નહિ પરંતું શાળાના સિક્યુરિટી ના હસ્તે ધ્વજ ફરકવામાં આવ્યો, શાળાના સિકુયુરિટ મેન અશોકભાઈ ચૌહાણ દ્વારા રાષ્ટ્ર ધ્વજ ફરકવવામાં આવ્યો,સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સ્વતંત્રતા દિવસની અનોખી ઉજવણી કરવાનું કર્યું હતું નક્કી, આ અનોખા પ્રયોગને લઈને લોકોમાં શાળાના મેનેજમેન્ટ તેમજ શિક્ષકગણ ના નિર્ણય ને વધાવી લેવાયો.તારીખ : 15/08/2023, મંગળવારનાં રોજ પાધરિયા વિસ્તારમાં આવેલ સેન્ટ.સિરીલ સ્કૂલના પરિસરમાં સંચાલક જુલિયસ સિરીલ ડાભી અને ડૉલી જે. ડાભી ના માર્ગદર્શન હેઠળ શાળામાં 77 માં સ્વાતંત્ર્ય દિન ની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિના સ્થાને શાળાના ગેટ મેન (સિકયોરિટી ગાર્ડ ), અશોકભાઈ ચૌહાણ ઘ્વારા ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તદુપરાંત સંચાલક ઘ્વારા બાળકોને માર્ગદર્શિત કરતું વક્તવ્ય આપવામાં આવ્યું હતું. જેમાં તેઓએ જણાવ્યું કે સમાજ ના દરેક વ્યક્તિને સમાન આદર અને સત્કાર મળવા જોઈએ. તેઓ કોઈ પણ કામ કરતા હોય તેઓના કામની ઈમાનદારીની કદર કરવી જોઈએ. ઘરમાં પણ બાળકોએ શીખ મેળવી દરેક કામ માં પોતાના માતાપિતા ને મદદ કરવી જોઈએ. આજ દિન સંચાલક જુલિયસ સિરીલ ડાભી ઘ્વારા સમાજને એક ઉમદા વ્યક્તિત્વની કદર કરતું ઉદાહરણ સર્વ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!