GODHARAGUJARATSHEHERA

ગોધરા એલ.સી.બી. પોલીસે કલત કરવાના ઇરાદે ત્રાસદાયક રીતે બાંધી રાખેલ મુંગા પશુઓ ગૈવંશ નંગ- ૬ કિ.રૂ. ૫૫,૦૦૦/- ને બચાવી લઇ સુરક્ષિત જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે મોકલી આપેલ છે

રિપોર્ટર નિલેશ દરજી શહેરા

20/08/2023

પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક આર.વી.અસારી સાહેબ નાઓએ આપેલ માર્ગદર્શન અને સુચના મુજબ પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર એન.એલ.દેસાઇ એલ.સી.બી. ગોધરા નાઓને ગૌવંશનુ કતલ કરવાના ઇરાદે હેરાફેરી કરતા ઇસમો તેમજ કતલ કરતા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ તે સુચના મુજબ એલ.સી.બી. સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓને જરૂરી કાર્યવાહી કરવા સુચના કરેલ.

જે સુચના અન્વયે નાદીરઅલી નિઝામુદ્દીન એ.એસ.આઇ. એલ.સી.બી.ગોધરા નાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, જાવેદ યુસુફ ચોંગા ઉર્ફે બુટ્ટુ રહે.મસ્તાનીચાલી પોલીસ સ્ટેશનની સામેની ગલીમા તા.શહેરા તથા સમીર સમંદર બેલીમ રહે. મસ્તાનીચાલી પોલીસ સ્ટેશનની સામેની ગલીમા તા.શહેરા તથા બસીર અકીમ શેખ રહે. લીમડીચોક તા.શહેરા તથા મહેબુબ બસીર શેખ ઉર્ફે ભોલો રહે. લીમડી ચોક તા.શહેરા તથા મુન્તસીર હનીફ શેખ ઉર્ફે સીતુ રહે. ઢાકલીયા રોડ કબ્રસ્તાન પાછળ તા.શહેરા નાઓ તમામ ભેગા મળી શહેરા તળાવની પાળ પાસે આવેલ ઝાડીમાં અલગ અલગ જગ્યાએ ગેરકાયદેસર રીતે મુંગા પશુઓને ટુંકા દોરડા વડે ક્રુરતા પુર્વક કતલ કરવાના ઇરાદે બાંઘી રાખેલ છે અને આ તમામ ઈસમો મુંગા પશુઓને કતલ કરવાની પેરવી કરી રહેલ છે, તેવી મળેલ બાતમી આધારે ડૉ. એમ.એમ. ઠાકોર પો.સ.ઇ.એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસો સાથે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી નીચે મુજબના ગૌવંશને કતલખાને જતા બચાવી લેવામાં આવેલ છે. અને આ મુંગા પશુઓને જીવદયા કલ્યાણ ટ્રસ્ટ પરવડી ખાતે સુરક્ષીત જગ્યાએ મુકવામાં આવેલ

છે.

ગૌવંશઃ-

(૧) લાલ કલરની ગાય નંગ-૧

(૨) લાલ કલરની વાછરડી નંગ-૧

(૩) સફેદ કલરની ગાયો નંગ-૨

(૪) સફેદ કલરના બળદો નંગ-૨

આરોપીઓના નામ:-

(૧) જાવેદ યુસુફ ચોંગા ઉર્ફે બુટ્ટુ રહે. મસ્તાનીચાલી પોલીસ સ્ટેશનની સામેની ગલીમા

તા.શહેરા

કી.રૂ.૧૦,૦૦૦/-

કી.રૂ. ૫,૦૦૦/-

કી.રૂ. ૨૦,૦૦૦/-

કી.રૂ.૨૦,૦૦૦/-

(૨) સમીર સમંદર બેલીમ રહે. મસ્તાનીચાલી પોલીસ સ્ટેશનની સામેની ગલીમા

તા.શહેરા

(૩) બસીર અકીમ શેખ રહે. લીમડીચોક તા.શહેરા

(૪) મહેબુબ બસીર શેખ ઉર્ફે ભોલો રહે. લીમડી ચોક તા.શહેરા

(૫) મુન્તસીર હનીફ શેખ ઉર્ફે સીતુ રહે. ઢાકલીયા રોડ કબ્રસ્તાન પાછળ તા.શહેરા

ઉપરોકત ઇસમો વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી પશુધાતકી પણાની જુદી જુદી કલમ હેઠળ શહેરા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!