GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના દેગમડા ગામના મનોદિવ્યાંગ રમતવીર રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફટીંગની રમતમાં મહીસાગર જિલ્લાનું અને પરિવારનું નામ રોશન કર્યુ

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લાના દેગમડા ગામના મનોદિવ્યાંગ રમતવીર રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફટીંગની રમતમાં મહીસાગર જિલ્લાનું અને પરિવારનું નામ રોશન કર્યુ

પાવર લીફટીંગ સ્પર્ધાની અલગ અલગ ત્રણ કેટેગરીમાં શૈલેષ મોહનભાઇ પગીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા

જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીએ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હર સંભવ તમામ સહયોગની ખાતરી આપી

કહેવાય છે ને કે અથાગ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી હોતો તેને સાર્થક કરતા મહીસાગર જિલ્લાના દેગમડા ગામના મનોદિવ્યાંગ રમતવીરે રાષ્ટ્રીય કક્ષાએ પાવર લીફટીંગની રમતમાં મહીસાગર જિલ્લાનું અને પરિવારનું નામ રોશન કર્યુ છે. ઉત્તર પ્રદેશના કાનપુર ખાતે સ્પેશિયલ ઓલિમ્પિક્સ ભારત દ્વારા આયોજિત પાવર લીફટીંગ સ્પર્ધાની અલગ અલગ ત્રણ કેટેગરીમાં જબરદસ્ત રમતનું પ્રદર્શન કરતાં મહીસાગર જિલ્લામાં દેગમડા ગામના શૈલેષ મોહનભાઇ પગીએ બે ગોલ્ડ અને એક સિલ્વર મેડલ મેળવ્યા છે.

શૈલેષ પગીની આ સિદ્ધી બદલ મહીસાગર જિલ્લા કલેકટર શ્રીમતી નેહાકુમારીએ અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવતા જિલ્લા વહીવટી તંત્ર તરફથી હર સંભવ તમામ સહયોગની ખાતરી આપી હતી. તેમણે વિશિષ્ટ શિક્ષકો તેમજ સહયોગી સંસ્થા બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલના પ્રયત્નોની પ્રસંશા કરી હતી અને વધુમાં જણાવ્યું હતું કે સરકારના અભિગમથી છેલ્લા કેટલાક વર્ષોથી રમતગમત ક્ષેત્રે અંતરિયાળ વિસ્તારમાંથી આવા અનેક પ્રતિભાશાળી ખેલાડીઓ બહાર આવી રહ્યા છે તે ખૂબ ખુશીની વાત છે.

અત્રે નોંધનીય છે કે સ્પેશિયલ ઓલમ્પિકસ ભારત-ગુજરાત દ્વારા આયોજિત મહીસાગર જિલ્લામાં દિવ્યાંગો માટે અલગ અલગ ઇવેન્ટમાં ૧૬ થી ૨૧ વર્ષની ઉંમરના ખેલાડીઓની એબીલીટી સ્કિલ ટેસ્ટ યોજાઈ હતી. તેમાં પાવરલીફટિંગ ઇવેન્ટમાં દેગમડા ગામના શૈલેષ મોહનભાઇ પગી જિલ્લા કક્ષાએ સારું પ્રદર્શન કર્યું હતું. જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા રમત વિકાસ અધિકારી તેમજ બ્લાઇન્ડ વેલફેર કાઉન્સિલ -દાહોદ પંચમહાલ મહીસાગર સંસ્થાના સહયોગથી રાજ્યકક્ષાએ જતા અગાઉ તાલીમની વ્યવસ્થા કરીને નિયમિત તાલીમ આપવામાં આવી હતી જેના પરિણામે રાજ્યકક્ષાએ પાવરલીફટિંગમાં સારું પ્રદર્શન કરતા નેશનલ કક્ષાએ ઉત્તર પ્રદેશ કાનપુરમાં ભાગ લેવાની તક મળી હતી, જ્યાં શૈલેષ મોહનભાઇ પગીએ ત્રણ ઇવેન્ટ પાવર લીફટિંગ બેન્ચ પ્રેસ – ગોલ્ડ મેડલ, ડેડલીફટ-ગોલ્ડ અને સ્વોટમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે.

અગાઉ પણ મધવાસ કલસ્ટરના વિશિષ્ઠ શિક્ષક દિનેશ સથવારાના માર્ગદર્શનમાં સ્પેશિયલ ખેલ મહાકુંભમાં દોડની રમતમાં રાજયકક્ષા સુધી સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેની આ સિદ્ધી બદલ તેની પૂર્વ શાળા નવસર્જન હાઇસ્કુલ સર્વોદય કેળવણી મંડળ શાળા પરિવારે પણ ગૌરવની લાગણી સાથે શુભેચ્છા પાઠવી હતી. ખેતી કરીને જીવન ગુજરાન ચલાવતા શૈલેષના પરિવારે દીકરાના પાવર લીફટીંગની રમતમાં આ જોરદાર પ્રદર્શનથી ખુશીની લાગણી અનુભવતા દિવ્યાંગ બાળકોની પ્રતિભા ઉજાગર કરવાના સરકાર અને વહીવટી તંત્રના પ્રયાસો અંગે આભાર વ્યક્ત કર્યો હતો.

જિલ્લાના મનોદિવ્યાંગ રમતવીરને શુભેચ્છા પાઠવવાના પ્રસંગે કલેકટર કચેરી ખાતે પ્રોબેશનલ આઈએએસ અધિકારી મહેંક જૈન, નાયબ જિલ્લા ચુંટણી અધિકારી મેનાત સહીત સ્પેશ્યલ ઓલિમ્પિક્સ મહીસાગર જિલ્લાના સ્પોર્ટસ ડાયરેકટર નવીનભાઈ પટેલ, જી & ડી મેનેજર બાબુભાઇ પરમાર, આસિ. મેનેજર પરેશભાઈ પટેલ, પીયૂષભાઈ સેવક જિલ્લા કક્ષાએ દિવ્યાંગ બાળકો માટે સતત કામ કરતા સ્પેશ્યલ ટીચર વતી ઉપસ્થિત રહ્યા હતા

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!