GUJARATSAYLA

Sayla:સીતાગઢ ગામે વહેલી સવારે દુકાન માં આગ લાગતાં દોડધામ મચી.

સુરેન્દ્રનગર જિલ્લા ના સાયલા તાલુકામાં આવેલા સીતાગઢ 4:30 વાગ્યા ની આસપાસ વહેલી સવારે અચાનક દુકાન માં શોર્ટ સર્કિટ નાં કારણે આગ લાગતાં તમામ માલ સામાન બળી ને રાખ થઈ ગયો હતો.સીતાગઢ નાં રહેવાસી અનિલભાઈ બેચરભાઈ દેત્રોજા ની દુકાન માં શોર્ટ સર્કિટ નાં કારણે આગ ભભુકી ઉઠી હતી. જ્યારે દુકાન માં ધુમાડો નીકળતા અનિલભાઈ નો પરિવાર આગ ને બુઝાવવા પ્રયાસો કરવામાં આવ્યા હતાં. પણ દુકાન માં રહેલો તમામ માલ સામાન બળી ને રાખ થઈ ગયો હતો. જેમાં 3 ફ્રીઝ, ટીવી,પંખા, મોબાઈલ એસેસરિઝ તેમજ કરિયાણાની અનેક ચીજવસ્તુઓ માંડીને કુલ આશરે 4 લાખથી વધારે નુકસાન થયું હતું.દુકાનમા આગ લાગતાં પરિવાર જનો બહાર દોડી ગયા હતાં જેમાં લોકોને કોઈ હાનિ પહોંચી ન હતી.તેમજ દુકાન માં આગની સાથે સાથે દુકાન ની આજુબાજુ માં તિરાડો પણ પડી ગઈ હતી. આ ઘટના અંગે જાણ થતાં પત્રકાર જેસીંગભાઇ સારોલા તથા ગામનાં મુખ્ય આગેવાન મથુરભાઈ થરેસા, જનકભાઈ બાટીયા અને તલાટી મંત્રી સાહેબ તેમજ ગ્રામ્યજનો દોડી ગયા હતાં.તેમજ તલાટી મંત્રી સાહેબ દવારા આ ઘટના અંગે મામલતદાર સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી શ્રી ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.જેમા સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રજૂઆત કરવામાં આવી છતાં તંત્ર દ્વારા કોઈ જવાબ આપવામાં આવેલ નથી.તેમજ પરિવાર જનો ની માંગણી છે કે અમને ફરી ધંધો શરૂ કરવા માટે વળતર ચૂકવવા મા આવે.

અહેવાલ,, જેસીંગભાઇ સારોલા,, સાયલા

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!