AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં એસ.એસ. સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ..

ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં પ્રથમ ગુજરાતી વિષયની પરીક્ષાનાં દિવસે 2978 પરીક્ષાર્થીઓ પૈકી 67 પરિક્ષાર્થીઓ ગેરહાજર..

સમસ્ત રાજ્યમાં આજથી શરૂ થયેલી S.S.C અને H.S.C બોર્ડની પરીક્ષા અંતર્ગત ડાંગ જિલ્લામાં પણ કુલ 13 કેન્દ્રો ઉપર નોંધાયેલા 2 હજાર 978 પરીક્ષાર્થીઓ પૈકી 67 વિધાર્થીઓ ગેરહાજર રહેતા કુલ 2 હજાર 911 પરિક્ષાર્થીઓએ પ્રથમ દિવસે ગુજરાતી વિષયની પરીક્ષા આપી હતી.ડાંગ જિલ્લા શિક્ષણ અધિકારી જીગ્નેશ ત્રિવેદી તેમજ ઈન્ચાર્જ ઈ. આઈ વિજયભાઈ દેશમુખ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ દિવસે એસ.એસ.સી બોર્ડનાં ગુજરાતી વિષયનાં પેપરમાં સૌથી વધુ  દીપદર્શન સ્કૂલ-આહવા ખાતે 10 વિદ્યાર્થીઓ અને સરકારી માધ્યમિક શાળા-પીપલદહાડ કેન્દ્ર ઉપર 10 વિદ્યાર્થીઓ ગેરહાજર નોધાયા હતા. જ્યારે સૌથી ઓછો એક વિધાર્થી સરકારી માધ્યમિક શાળા-સુબીર ખાતે ગેરહાજર નોંધાયો હતો.આ ઉપરાંત સરકારી માધ્યમિક શાળા-આહવા ખાતે 3, તાલુકા શાળા-વઘઇ ખાતે 8, આદર્શ નિવાસી શાળા-વઘઇ ખાતે 2, એકલવ્ય સ્કૂલ-માલેગામ ખાતે 7, નવજ્યોત સ્કૂલ-સુબીર ખાતે 8, ઋતુમ્ભરા વિશ્વ વિધાલય-સાપુતારા ખાતે 4, એકલવ્ય સ્કૂલ-સાપુતારા ખાતે 2, માધ્યમિક શાળા-પિંપરી ખાતે 8, સરકારી માધ્યમિક શાળા-સાકળપાતળ ખાતે 4 મળી કુલ-67 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી બોર્ડનાં પ્રથમ દિવસે ડાંગ જિલ્લાનાં આગેવાનો, સામાજીક આગેવાનો, શાળાનાં સંચાલક મંડળો તથા આચાર્યો તેમજ શિક્ષકોએ વિદ્યાર્થીઓનું મોઢું મીઠું કરાવી પેપર સારૂ જાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વધુમાં ડાંગ જિલ્લાનાં દરેક પરીક્ષાકેન્દ્ર પર કોઈ ગેરરીતિ ન થાય તે માટે પરીક્ષાકેન્દ્રનાં સંચાલકોએ કડક સૂચનો આપ્યા હતા.તેમજ પરીક્ષાર્થીઓને કોઈ પણ અગવડતા પડે તો તુરંત જ બ્લોકનાં સુપરવાઈઝરને જાણ કરવા માટેના નિર્દેશન આપ્યા હતા.ડાંગ જિલ્લામાં એસ.એસ.સી અને એચ.એસ.સી બોર્ડની પરીક્ષાને લઈને ડાંગ જિલ્લા કલેક્ટર એમ.આઈ.પટેલ તથા ડાંગ એસ.પી યશપાલ જગાણીયા દ્વારા સમગ્રતયા પરીક્ષા સંચાલન ઉપર સુચારુ આયોજન ગોઠવી, કોઈ પણ પરીક્ષાર્થીઓને અગવડ ન પડે તેની તકેદારી રાખી હતી.ડાંગ જિલ્લાનાં દરેક પરીક્ષા કેન્દ્રો પર મહાનુભાવોએ ઉપસ્થિત રહી પરીક્ષાર્થીઓને હોંસલોની સાથે શુભકામનાઓ પાઠવી હતી…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!