GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ઢૂવા નજીક ટ્રેઈન હડફેટે શ્રમિકનું ઘટનાસ્થળે મોત

WANKANER:વાંકાનેરના ઢૂવા નજીક ટ્રેઈન હડફેટે શ્રમિકનું ઘટનાસ્થળે મોત

વાંકાનેરના ઢૂવા નજીક રેલ્વે ટ્રેકની નજીકથી પસાર થતા સીરામીકમાં કામ કરતા મૂળ રાજસ્થાનના શ્રમિકનું અકસ્માતે ટ્રેન હડફેટે આવી જતા બનાવ સ્થળે મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ઢૂવા ગામ નજીક જેટ સીરામીકની પાછળ આવેલ રેલ્વે ફાટક ૧૪ પોલ નં.૧૧/૬ પાસે મૂળ રાજસ્થાનના ભગવાડા ગામનો વતની હાલ જેટ સીરામીક લેબર કોલોનીમાં રહેતા સંજય રાજેશ સોલંકી ઉવ.૪૦ રેલ્વેટ્રેક પાસે પસાર થતા અકસ્માતે રેલ્વેટ્રેનની હડફેટે આવી જતા મૃતકને માથામાં ગંભીર ઇજા થવાના કારણે સ્થળ ઉપર મૃત્યુ થયું હતું. બનાવ અંગે મકનસર રેલ્વે સ્ટેશન માસ્ટર અર્જુનસિંઘ ચૌધરી દ્વારા જાહેર કરતા વાંકાનેર તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!