DAHODGUJARAT

રાબડાળ ગામે મહીન્દ્રા XUV 500 ફોરવ્હીલ ગાડીમાં વિદેશી દારૂ મળી આવતા કુલ કિ.રૂ.૬૩,૮૪૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પડ્યા

તા.૧૨.૦૩.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રાબડાળ ગામે મહીન્દ્રા XUV.500 ફોરવ્હીલ ગાડી પરથી દારૂની બોટલો નંગ-૫૨૮ની કુલ કિ.રૂ.૬૩,૮૪૦/-ના મુદ્દામાલ સાથે બે આરોપીઓને ઝડપી પાડી પ્રોહી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી દાહોદ રૂરલ પોલીસ

 

દાહોદ રૂરલ પોલિસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર કે.સી.વાઘેલા નાઓ પોલીસ સ્ટાફના માણસો સાથે દાહોદ રૂરલ પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પોલીસ ઈન્સ્પેક્ટર કે.સી.વાઘેલાને બાતમી મળેલ જે બાતમી આધારે રાબડાળ ગામે ચામુંડા હોટલ સામે ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે રોડ પર વોચમાં હતા તે દરમ્યાન પ્રકાશભાઈ શુક્રમભાઈ જાતે તડવી ઉ.વ.૨૩ ધંધો. ડ્રાઈવિંગ રહે અગાસવાણી તળાવ ફળીયું તા.ધાનપુર જી.દાહોદ તથા વિપુલભાઇ સબુરભાઇ જાતે બારીયા ઉ.વ.૨૩ ધંધો મજુરી રહે.ઘોડાઝર કળમ ફળીયું તા.ધાનપુર જી.દાહોદ નાનો તેની ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટની વિદેશી દારૂ ભરીને આવતા તેઓના કબજાની સિલ્વર કલરની મહેન્દ્ર XUV 500 ફોરવ્હીલ ગાડી નં.GJ.01.KQ.9492માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ મળી આવતા તથા તેઓની આગળ એક કાળા કલરની સિલ્વર પટ્ટા વાળી હિરો કંપનીની સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ.20.AM.1209 પર બે ઈસમો પાયલોટીંગ કરી નાસી જઈ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!