MORBI:લોકસભા ચૂંટણી અન્વયે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી: પ્રભવ જોષી
MORBI:લોકસભા ચૂંટણી અન્વયે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે બેઠક યોજતા રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારી: પ્રભવ જોષી
૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબીના ટંકારા અને વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બાબતે સમીક્ષા બેઠક યોજાઈ
લોકસભાની ચૂંટણી અન્વયે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીએ ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા તેમજ ૬૭-વાંકાનેર વિધાનસભા મતવિસ્તાર બાબતે બેઠક યોજી ચૂંટણી કામગીરી અંગે સમીક્ષા કરી હતી.
સાત તબક્કામાં યોજાનાર લોકસભા ચૂંટણીની વિધિવત તારીખો જાહેર કરી દેવામાં આવી છે. ચૂંટણી અન્વયે ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ૧૦-રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ મોરબી જિલ્લાના ૬૬-ટંકારા તેમજ ૬૭-વાંકાનેર મતવિસ્તાર બાબતે રાજકોટ કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોષીએ મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી. શ્રી પ્રભવ જોષીએ મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર સાથે ચૂંટણી બાબતે કરવામાં આવેલી તૈયારીઓ, વિવિધ કામગીરી, નોડલ અધિકારીઓ અને મતદાન મથકો વગેરે બાબતે ચર્ચા કરી હતી તેમજ કામગીરીની સમીક્ષા પણ કરી હતી. ઉપરાંત તેમણે જિલ્લા ચૂંટણી તંત્રને માર્ગદર્શન આપી વિવિધ સુચનો કર્યા હતા.આ બેઠકમાં મોરબી જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારીશ્રી કે.બી. ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ. પ્રજાપતિ, રાજકોટ અધિક ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછાર, મોરબી નાયબ ચૂંટણી અધિકારીશ્રી કુલદીપસિંહ વાળા, મોરબી નિવાસી અધિક કલેકટરશ્રી એસ.જે. ખાચર, નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ. ઝાલા અને એસ.એચ. સારડા સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.