BANASKANTHAGUJARATLAKHANI

લાખણી મામલતદાર એમ ડી ગોહિલ નો માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો

લાખણી વિસ્તારમાં શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરનાર એક માનવતાવાદી અધિકારી

 

નારણ ગોહિલ લાખણી

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકા સેવા સદન ખાતે ફરજ બજાવતા એક કર્મયોગી અને માનવતાવાદી આધ્યાત્મિક અધિકારીની શ્રેષ્ટ છબી ધરાવતા અને ગામડે ગામડે યુવાનો માટે આત્મઘડતરના પ્રયાસ કરનાર અને ગરીબ પરિવારો માટે માનવતાનું કાર્ય કરનાર અને ગરીબોના બેલી તરીકે જાણીતા એક ઉત્સાહી અધિકારી શ્રી મામલતદાર શ્રી એમ ડી ગોહીલ સાહેબની ધાંગધ્રા (સુરેન્દ્રનગર)ખાતે બદલી થતાં આજ રોજ લાખણી સેવા સદન ખાતે મામલતદાર શ્રી એમ ડી ગોહીલ સાહેબનો વિદાય કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો ત્યારે સાહેબને પાઘડી અને શાલ ઓઢાડીને દિયોદર પ્રાંત અધિકારીશ્રી ડી.એન.કાછડ સાહેબે સન્માન કર્યું હતું અને લાખણી તાલુકા વહીવટી તંત્ર ટીમ,UGVCL ટીમ લાખણી, આગથલા પોલીસ પરિવાર, લાખણી તાલુકા ક્ષત્રીય ઠાકોર સેના, લાખણી તાલુકા શિક્ષણ સંઘ, લાખણી તાલુકા તલાટી કમ મંત્રી ટીમ,લાખણી તાલુકા સરપંચ ટીમ, લાખણી તાલુકા વિવિદ્ય ગામોના લાઇબ્રેરીના વડીલો અને યુવાનો, લાખણી તાલુકા ગૌ શાળા સેવા ટ્રસ્ટ ટીમ, લાખણી તાલુકા સેવા સદન લાઇબ્રેરી ટીમ યુવાનો અને બહેનો, પત્રકાર યુવા ટીમ, અને આજુબાજુના ગામોમાંથી આવેલ આગેવાનો, વડીલો, યુવાન મિત્રો, અને અધિકારી ગણ દ્વારા વિવિદ્ય ભેટ સોગાદો દ્વારા મામલતદાર શ્રી એમ ડી ગોહીલ સાહેબનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને આ તબ્બકે મામલતદાર શ્રી એમ ડી ગોહીલ સાહેબે પોતાના ભાષણમાં લાખણી વિસ્તારની જનતાએ જે પ્રેમ અને લાગણી સાથે ખુબ સહયોગ આપ્યો છે એ હુ ક્યારે નહી ભુલી સકું અને લાખણી વિસ્તારની પોતાની યાદોને વાગોળી ત્યારે એમની આંખ ભીની થઈ હતી ત્યારે લાખણી વિસ્તારની માયાળુ જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે પ્રાંત અધિકારી શ્રી એ પણ ગોહિલ સાહેબની શ્રેષ્ટ કામગીરીને બીરદાવી હતી અને હૉલમાં બેઠેલા લોકોએ તાળીઓના ગડગડાટથી સભાખંડને ગુંજતો કરી દિધો હતો ત્યારે આ તબ્બકે દીયોદર પ્રાંત અધિકારી શ્રી ડી.એન.કાછડ સાહેબ,લાખણીમા હમણાં જ મામલતદારશ્રી નો ચાર્જ સંભાળનાર,મામલતદાર શ્રી એન.જી.સોલંકી, દિયોદર મામલતદાર શ્રી એ. આર. નિનામા,ઇન્ચાર્જ ટી.ડી.ઓ.શ્રી લાખણી, મહેશભાઈ મેસરા, સાથે લાખણી વિસ્તારનાં આગેવાનો, વડીલો, ગામે ગામનાં સરપંચશ્રીઓ, લાખણી વિધુત બોર્ડના અધિકારીઓ, ગૌ શાળાના સૌ વડીલો, સંતો, લાખણી તાલુકાના શિક્ષણ સંઘના સૌ શિક્ષકો, લાખણી તાલુકા ઠાકોર સેનાનાં સૌ મીત્રો, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ગામે ગામનાં વિધાર્થીઓ અને બહેનો અને યુવાન મિત્રો ખુબ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને કાર્યક્રમનુ સફળ સંચાલન શિક્ષક શ્રી જે કે પઢાર દ્વારા કરવામા આવ્યુ હતું અને અંતે ચા પાણી અને નાસ્તો લઈને સૌ છુંટા પડ્યા હતા અને ભીની આંખે મામલતદાર શ્રી એમ ડી ગોહીલ સાહેબે લોકો વચ્ચેથી માનભેર વિદાય લીધી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!