ARAVALLIGUJARATMODASA

સાબરકાંઠા : ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે છાતી પર પથ્થર રાખી કહ્યું વ્યક્તિગત કારણોસર ચૂંટણી નથી લડવી, ભાજપ સાથે છું

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાબરકાંઠા : ભાજપના ઉમેદવાર ભીખાજી ઠાકોરે છાતી પર પથ્થર રાખી કહ્યું વ્યક્તિગત કારણોસર ચૂંટણી નથી લડવી, ભાજપ સાથે છું

ભીખાજી ઠાકોર (ડામોર)ની જાતિને લઈને શરૂ થયેલ વિવાદને ઠારવા સોશ્યલ મીડિયામાં હું ભીખાજી ઠાકોર સાથે છું નું અભિયાન પણ નિષ્ફળ

*અરવલ્લી કમલમ કાર્યલયમાં બાંઠીવાડાના ભાજપના કાર્યકરો રજૂઆત કરવા આવતા હોવાની ભીતિને પગલે પોલીસ કાફલો દોડી આવ્યો*

*ભીખાજી દૂધાજી ઠાકોરે કહ્યું હું ભાજપ સાથે છું*

ભાજપે લોકસભાની ચૂંટણી માટે દસ દિવસ અગાઉ 72 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં ગુજરાતની 7 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં સાબરકાંઠા બેઠક પર સિટિંગ સાંસદ દીપસિંહ રાઠોડની ટીકીટ કાપી અરવલ્લી ભાજપના મહામંત્રી અને સાબરકાંઠા બેંકના વાઇસ ચેરમેન ભીખાજી ઠાકોરને ટીકીટ આપવામાં આવતા બંને જીલ્લાના ભાજપના કાર્યકરોમાં આનંદ છવાયો હતો કેટલાક ટીકીટ વાંછુકોને ટીકીટ નહીં મળતા ભીખાજી દૂધાજી ઠાકોરની જાતિને લઈને આયોજન બદ્ધ વિવાદ ઉભો કરી સોશ્યલ મીડિયા થી લઈને પત્રિકા યુદ્ધ સુધી પહોંચી ગયો હતો જ્ઞાતિને લઈને વિવાદ વકરતા ગાંધીનગર થી લઈને દિલ્હી સુધી રજૂઆતનો દોર ચાલ્યો હતો ત્યારે શનિવારે સવારે ભીખાજી દૂધાજી ઠાકોરે સોશ્યલ મીડિયા મારફતે વ્યક્તિગત કારણોસર સાબરકાંઠા લોકસભા બેઠક પર ચૂંટણી નહીં લડવાની ઇચ્છા વ્યક્ત કરતા બંને જીલ્લા ભાજપના ઉત્સાહી અગ્રણીઓ અને કાર્યકરોમાં નિરાશા છવાઈ હતી ભીખાજી દૂધાજી ઠાકોરને શુક્રવારે રાત્રે ભાજપના મોવડી મંડળ તરફથી સૂચના આપવામાં આવી હોવાની સૂત્રો પાસેથી માહિતી પ્રાપ્ત થઈ હતી

સાબરકાંઠા બેઠક પર અરવલ્લી જીલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારના અને ભાજપ માટે જાત ઘસી નાખનાર બાંઠીવાડાના ભીખાજી ઠાકોરનું નામ જાહેર થતાંની સાથે સાબરકાંઠા ભાજપમાં છૂપો રોષ પ્રવર્તી રહ્યો હોવાની સાથે અરવલ્લી જીલ્લાના ટીકીટ વાંછુકોના પેટમાં તેલ રેડાયું ચર્ચાએ જોર પકડ્યું હતું બીજીબાજુ ભીખાજી ઠાકોર અને ભાજપના અગ્રણીઓએ ચૂંટણી લક્ષી પ્રવાસ શરૂ કરી દીધો હતો ભીખાજી ઠાકોરને અભૂતપૂર્વ લોકચાહના મળી રહેતા તેમની જાતિને લઈને આયોજન બદ્ધ કેમ્પેઈન ચલાવવામું આવ્યું હતું જેમાં ભીખાજી દૂધાજી ઠાકોર ક્ષત્રિય ઠાકોર નહીં પરંતુ આદિવાસી સમાજના હોવાનું અને તેમની જાતિને લઈને પોસ્ટર વોર શરૂ થતાં પત્રિકા સુધી પહોચતા આ અંગે ભાજપ મોવડી મંડળ ચોંકી ઊઠ્યું હતું વિવાદ ટાળવા અનેક પ્રયત્ન છતાં વિવાદ વધુ વકરતા આખરે ભીખાજી ઠાકોરે શનિવારે સવારી છાતી પર પથ્થર રાખી વ્યક્તિગત કારણોસર ચૂંટણી લડવાનો નનૈયો ભણ્યો હતો.

સાબરકાંઠા ભાજપ લોકસભા બેઠકના ભીખાજી દૂધાજી ઠાકોરે શનિવારે સવારે સોશ્યલ મીડિયામાં ચુંટણિ નહીં લડવાની ઇચ્છા જાહેર કરતા અરવલ્લી જીલ્લા ભાજપના અગ્રણીઓ અને તેમના કાર્યકર્તાઓમાં રીતસરનો સોંપો પડી ગયો હતો તેમના મત વિસ્તારમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે આ રોષ આગામી સમયમાં ભાજપ માટે જ્વાળામુખી બને તો નવાઈ નહીં તેમના વિરોધીઓ ગેલમાં આવી ગયા છે અને એકબીજાનું મોં મીઠું કરાવી ટીકીટ મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!