DANGGUJARATWAGHAI

વઘઇ ખાતે મેઈન બજારમાં મુકેલ ટાવેરા ગાડીમાંથી એક લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ -ડાંગ

ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતનાં મહિલા સરપંચ દ્વારા સ્મશાન ઘરનું  બાંધકામ કરાયુ હતુ. જેથી સ્મશાન ઘર બાંધકામનાં મજૂરોને મજૂરી ચૂકવવાની હોવાથી મહિલા સરપંચનાં પતિએ વઘઈ શાખાની બેંકમાંથી એક લાખ ઉપાડી પોતાની ગાડીમાં મૂક્યા હતા. જોકે ગાડીમાંથી કોઇકે એક લાખ રૂપિયાની ચોરી કરી હતી.ત્યારે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો.ડાંગ જિલ્લાનાં વઘઈ તાલુકાનાં દગુનિયા ગ્રુપ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ આશાબેન ગાવીત એ સ્મશાન ઘર બનાવ્યુ હતુ. જે બાંધકામનાં મજુરોને હોળી પર્વ નિમિત્તે મજુરી ચુકવવાની હતી.તેથી તેમના પતિ હર્ષદભાઈ ગાવીત વઘઈ એ.પી.એમ.સી.બજાર સ્થિત આવેલ બેંક ઓફ બરોડા વધઈ શાખામાં રૂપિયા ઉપાડ માટે ગયા હતા.પરંતુ બેંકમાં વધુ કેશ ન હોવાથી ખાતામાંથી ચેક મારફતે એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા.અને તે એક લાખ રૂપિયા તેમણે સ્કૂલ બેગમાં મૂકી પોતાના કબજાની ફોર વ્હીલ ટાવેરા ગાડી.ન.જી.જે.30.એ.0215 માં મૂક્યા હતા.ત્યારબાદ તેઓ  ગાડી લઈને વઘઇ મેઇન બજારમાં રામદેવ મોબાઇલ દુકાનમાં મોબાઈલનો ટફન ગ્લાસ બદલવા ગયા હતા.અને ગાડી રામદેવ મોબાઇલ દુકાન સામે રોડ ઉપર પાર્ક કરી હતી.પરંતુ ભૂલથી ગાડીના દરવાજા લોક કર્યા નહોતા.તેમજ આગળના દરવાજાના કાચ ખુલ્લા રહી ગયા હતા. લતે વેળાએ ટાવેરા ગાડીમાંથી કોઈ અજાણ્યા ચોર ઇસમે ગાડીના અનલોક દરવાજા ખોલી અથવા દરવાજાના કાચ ખુલ્લા હતા તેમાંથી હાથ નાખી રૂપિયા મુકેલ બેગ ચોરી કરી ગયા હતા.જે શોધખોળ કરતા મળી આવી નહોતી.ત્યારે ચોરીને લઈને મહિલા સરપંચનાં પતિ હર્ષદભાઈ ગાવીતે વઘઈ પોલીસે મથકે ગુન્હો નોંધાવ્યો હતો.હાલમાં વઘઈ પોલીસે ચોરી અંગેનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!