GUJARATJETPURRAJKOT

Jasdan: જસદણ વિધાનસભા મતવિસ્તારમાં આચારસંહિતા ભંગ અંગે ફરિયાદ માટે કંટ્રોલરૂમ કાર્યરત.

તા.૨૮/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot, Jasdan: ભારતના ચૂંટણીપંચ દ્વારા લોકસભાની સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે આદર્શ આચારસંહિતા અમલમાં મુકવામાં આવી છે, જેના ચુસ્ત અમલીકરણ માટે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી તથા અધિક જીલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મુછારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટીતંત્ર સતત કાર્યરત છે. જે અંતર્ગત ૧૦-રાજકોટ સંસદીય મતદાર વિભાગમાં સમાવિષ્ટ ૭૨-જસદણ વિધાનસભા મતદાર વિભાગનાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ગ્રીષ્મા રાઠવાનાં દિશાનિર્દેશ અનુસાર જસદણ પ્રાંત અધિકારીશ્રીની કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવ્યો છે.

નાગરીકો આચારસંહિતા ભંગ અંગે કોઈપણ પ્રશ્ન કે ફરિયાદ માટે ૦૨૮૨૧-૨૨૧૨૩૨ ઉપર ફોન કરીને અથવા વ્હોટ્સએપ નંબર ૯૯૧૩૨ ૮૧૪૧૪ પર કંટ્રોલરૂમનો સંપર્ક કરી શકશે. તેમ પ્રાંત અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!