GUJARATIDARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ

સાબરકાંઠા જિલ્લામાં કોમન એન્ટ્રસ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઇ

*******

બે સેશનમાં પરીક્ષાઓ યોજાઇ હતી

********

 

સાબરકાંઠા જિલ્લામાં કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ પરીક્ષા યોજાઇ હતી.

 

જેમાં કોમન એન્ટ્રસ ટેસ્ટ-૨૦૨૪માં ૮૫ કેન્દ્રો પર કુલ ૨૪૦૦૨ વિધાર્થીઓ પૈકિ ૧૯,૭૩૯ વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે ૪૨૬૩ વિધાર્થીઓ ગેર હાજર રહ્યા હતા. હિંમતનગર ઝોનના ૯૬૦૪ વિધાર્થીઓ પૈકિ ૮૨૦૩ વિધાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે ૧૪૦૧ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. ઇડર ઝોનમાં ૧૪૩૯૮ વિધાર્થીઓ પૈકિ ૧૧૫૩૬ વિધાર્થીઓએ પરીક્ષા આપી ૨૮૬૨ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા.

આ સાથે કેટલાક વિધાર્થીઓની પરીક્ષાની રીસીપ્ટ ટેકનીકલ કારણોસર ન મળતાં શિક્ષણ વિભાગ દ્રારા ખાસ કિસ્સામાં ૧૮ જેટલા વિધાર્થીઓઆ પરીક્ષા ફોર્મસ ચકાસી સ્કૂલના આચાર્ય દ્રારા મંજૂરી અપાવી પરીક્ષા આપવાની મંજૂરી આપી હતી. જેમાં હિંમતનગર ઝોનમાંથી ૧૫ વિધાર્થીઓએ પરીક્ષા આપી જ્યારે ઇડર ઝોનના ૩ વિધાર્થીઓ પરીક્ષા આપી હતી.

મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ-૨૦૨૪ની પરીક્ષા ૮૧ પરીક્ષા કેંદ્રો પર કુલ ૧૯૮૫૫ વિધાર્થીઓ પૈકિ ૧૫,૯૦૨ વિધાર્થીઓએ પરીક્ષા આપી. ૩૯૫૩ વિધાર્થી ગેર હાજર રહ્યા. હિંમતનગર ઝોનમાં ૮૩૧૨ વિધાર્થીઓ પૈકિ ૬૯૯૭ વિધાર્થીઓએ પરીક્ષા આપી ૧૩૧૫ ગેર હાજર રહ્યા હતા. ઇડર ઝોન ૧૧૫૪૩ પૈકિ ૮૯૦૫ વિધાર્થીઓ પરીક્ષા આપી જ્યારે ૨૬૩૮ વિધાર્થી ગેર હાજર રહ્યા હતા. જ્યારે ખાસ કિસ્સામાં ૮ જેટલા વિધાર્થીઓએ પરીક્ષા આપી હતી.

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!