GUJARATJETPURRAJKOT

Rajkot: રાજકોટ બેઠકની ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીની વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરતા કલેક્ટરશ્રી પ્રભવ જોષી

તા.૩૦/૩/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીની તાકીદ

Rajkot: રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી પ્રભવ જોષીએ કલેક્ટર કચેરી ખાતેથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ લોકસભા બેઠકની ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓની કામગીરીની સમીક્ષા કરી હતી. અને આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા તાકીદ કરી હતી.

આ બેઠકમાં કલેક્ટરશ્રીએ ચૂંટણી સંબંધિત સાહિત્યના પ્રિન્ટીંગ, EPIC વિતરણની કામગીરી તથા પેન્ડીંગ ફોર્મ નિકાલ, પોલીંગ સ્ટાફને અને આવશ્યક સેવામાં જોડાયેલા કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરાવવા, C-Vigil, NGSP ફરિયાદોના કવોલીટી નિકાલ, એપ્રિલથી જુન ૨૦૨૪ ના મહીના દરમ્યાન હીટ વેવની અસરને નિવારવા માટેના પગલા, ચૂંટણી કાર્યમાં રોકાયેલ તમામ કર્મચારીઓને અને સુરક્ષા દળોને કેશલેસ તબીબી સારવાર પાડવા તથા તમામ મતદાન મથકોએ પ્રાથમિક સારવાર કીટ ઉપલબ્ઘ કરવા, તાલીમ સ્થળ તથા રીસીવીંગ ડીસ્પેચીંગ સેન્ટર ખાતે પ્રાથમિક સારવાર કીટ સાથે પેરા મેડીકલ ટીમ ઉપલબ્ઘ, ચૂંટણીલક્ષી પ્રથમ, દ્રિતીય અને ત્રીજી તાલીમ ૦૫/૦૫/૨૦૨૪ સુધીમાં પુર્ણ કરવા, ઇ.વી.એમ. સ્ટ્રોંગરૂમ તૈયાર કરવા, બી.એલ.ઓ. મારફત મતદારોને મતદાન મથકની જાણકારી આપવા, મતદાનના એક અઠવાડીયા પહેલા બી.એલ.ઓ.ને એક દિવસ મતદાન મથકે બેસવા, આદર્શ આચારસંહિતાનું ચુસ્તપણે પાલન કરવા, મહત્તમ મતદાન માટે સોશ્યલ મીડિયાનો પ્રચુર ઉપયોગ કરવા વગેરે બાબતો વિષે સંબંધિત તમામને સૂચના આપી હતી.

આ સમીક્ષા બેઠકમાં અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે.મૂછાર, વિવિધ સમિતિઓના નોડલ ઓફિસર્સ સર્વશ્રી નવનાથ ગવ્હણે, શ્રી સ્વપ્નિલ ખરે, શ્રી નિશા ચૌધરી, શ્રી જિજ્ઞાસા ગઢવી, શ્રી ઈલા ચૌહાણ, શ્રી ઈલા ગોહિલ, શ્રી એ.કે.વસ્તાણી, શ્રી રાજેશ્રી વંગવાણી, શ્રી એ.એસ.માંડોત, શ્રી ચાંદની પરમાર, શ્રી સોનલ જોશીપુરા, પ્રાંત અધિકારીઓ, મામલતદારો, વગેરે સામેલ થયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!