AMRELIGUJARATRAJULA

રાજુલા પોલીસે કરી 108 જેવી કામગીરી

2.50.000 નો મુદામાલ ઝડપી પાડ્યો

રાજુલા પોલીસ સ્ટેશનના ધારેશ્વર ગામે ધાતરવડી-૧ સીંચાઇ યોજનાના ઇન્સપેક્શન બંગલાના કંપાઉન્ડમાંથી ડેમના દરવાજાની પ્લેટો ચોરી કરનાર કુલ-૫ આરોપીઓને રૂ.૨,૫૦,૦૦૦ ના મુદ્દામાલ સાથે પકડી પાડી ગુનો ડીટેક્ટ કરતી રાજુલા પોલીસ ટીમ*
મ્હે. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબનાઓએ તથા અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લાઓમા બનતા અનડીકેટ મીલકત સબંધી દાખલ થતા ગુન્હાઓમા ત્વરીત પણે પગલા લઇ ગુન્હો ડીટેક્ટ કરી આરોપીઓને તાત્કાલીક પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે સાવરકુંડલા ડીવીઝનના મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી વલય વૈધ સાહેબનાઓએ મીલકત સબંધી ગુન્હાઓ ડિટેક્ટ કરી આરોપીને પકડી પાડવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય.
( ગુન્હાની વિગત-
ગઇ તા.૨૧/૦૩/૨૦૨૪ ના કલાક.૧૬/૦૦ વાગ્યાથી તા.૩૦/૦૩/૨૦૨૪ ના કલાક.૧૩/૦૦ વાગ્યા દરમ્યાન ધારેશ્વર ગામે ધાતરવડી-૧ સીંચાઇ યોજનાના ઇન્સપેક્શન બંગલાના કંપાઉન્ડમાં કોઇ અજાણ્યા ચોર ઇસમોએ પ્રવેશ કરી કંપાઉન્ડમા પડેલ સામાનમાંથી ડેમના દરવાજાઓ માંથી પ્લેટો ખોલીને કુલ-૬ પ્લેટો જેની કીં.રૂ.૧,૫૦,૦૦૦/- નો સામાન કોઇ અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગુર.નં.૧૧૧૯૩૦૫૦૨૪૦૧૧૯/ ૨૦૨૪ IPC કલમ-૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪ મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ,


જે અન્વયે રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ.સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા હેડ.કોન્સ. મધુભાઇ નથુભાઇ તથા હેડ.કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ તથા આગરીયા બીટ ઇન્ચાર્જ અનોપસિંહ ગગજીભાઇ તથા રાજુલા પોલીસ ટીમને મળેલ સોક્કસ બાતમી આધારે ચોરી કરેલ મુદ્દામાલ તથા ગુન્હાના કામે વપરાયેલ TATA EX (છોટા હાથી) ફોરવ્હીલ ગાડી સાથે પકડી પાડી ધરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી ધોરણસર કાર્યવાહી કરતી રાજુલા પોલીસ ટીમ.
( પકડાયેલ આરોપીઓની વિગત-
(૧)શોએબભાઇ ઉર્ફે ભાણીયો મહેબુબભાઇ જોખીયા ઉ.વ.૨૯ ધંધો.ભંગાર ફેરી રહે.રાજુલા તવક્કલ નગર તા.રાજુલા
(૨)સીરાજભાઇ યુનુસભાઇ શેખ ઉ.વ.૨૦ ધંધો.ગેરેજ રહે.રાજુલા તવક્કલ નગર રજા મસ્જીદ પાસે તા.રાજુલા
(૩)અક્ષયભાઇ ઉર્ફે ગોપાલ ભીખાભાઇ બાંભણીયા ઉ.વ.૧૯ ધંધો.ખેતી રહે. વાવેરા તા.રાજુલા
(૪)જયદિપભાઇ હરીભાઇ ચુડાસમા ઉ.વ.૨૦ ધંધો.અભ્યાસ રહે.વાવેરા પુલ પાસે તા.રાજુલા
(૫)પારસગીરી વિનોદગીરી ગૌસ્વામિ ઉ.વ.૨૦ ધંધો.ગેરેજ રહે. ધારેશ્વર ધારનાથ મંદિર પાસે તા.રાજુલા
( કબ્જે કરેલ મુદ્દામાલની વિગત –
(૧)સફેદ કલર કરેલી લોખંડની પ્લેટો કુલ-૬ જેની કીં.રૂ.૧,૫૦,૦૦૦/-
(૨)ગુન્હાના કામે વપરાયેલ TATA EX જેના રજી. નં.GJ23X0387 જેની કી.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ કીં.રૂ.૨,૫૦,૦૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરેલ છે.
( કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી-
આ કામગીરી રાજુલા પો.સ્ટે.ના પો.ઇન્સ. સુ.શ્રી આઇ.જે.ગીડા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એમ.એફ.ચૌહાણ સાહેબ તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. જયેન્દ્રભાઇ સુરગભાઇ તથા હેડ.કોન્સ. મધુભાઇ નથુભાઇ તથા હેડ.કોન્સ. હરપાલસિહ વિક્રમસિંહ તથા પો.કોન્સ. મહેશભાઇ ગણેશભાઇ તથા પો.કોન્સ. રવિરાજભાઇ બાબુભાઇ તથા પો.કોન્સ. હરેશભાઇ ભાયાભાઇ તથા આગરીયા બીટ ઇન્ચાર્જ અનોપસિંહ ગગજીભાઇ તથા રાજુલા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!