JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢમાં સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓનો અચૂક મતદાન માટે નિર્ધાર

જૂનાગઢ તા.૬  લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટે તા.૭-૫-૨૦૨૪ના રોજ મતદાન થનાર છે, ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકા વિસ્તારની આંગણવાડી કેન્દ્રો પર મતદાન જાગૃતિની ઝુંબેશ શરૂ કરાઈ છે.

આંગણવાડી કેન્દ્રો પર આવતા સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓનો આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા મતદાન વિશે વિસ્તૃત સમજ આપવાની સાથે તા.૭મી મેએ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતાં. આ સાથે અચૂક મતદાન કરવા માટે પણ સગર્ભા બહેનો, ધાત્રી માતા અને કિશોરીઓએ શપથ લીધા હતા.

        ઉપરાંત મહિલા મતદારોએ મતદાન જાગૃતિના સંદેશ આપતા જુદા જુદા પોસ્ટર બનાવી અચૂક મતદાન કરવા માટેનો સંદેશ આપ્યો હતો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!