GUJARATIDARSABARKANTHA

ઇડરની યુનિટી હોસ્પિટલ ને 48 કલાકમાં જવાબ આપવા આરોગ્ય વિભાગ નું ફરમાન…

ઇડરની યુનિટી હોસ્પિટલ ને 48 કલાકમાં જવાબ આપવા આરોગ્ય વિભાગ નું ફરમાન…

જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાવતા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવશે કાર્યવાહી…

થોડાક દિવસ અગાઉ બાલાજી કોમ્પલેક્ષના પાછળના ભાગમાં જાહેરમાં અર્ધ સળગાવેલો મેડિકલ વેસ્ટ મળી આવ્યો હતો.. જે મેડિકલ વેસ્ટ મામલો તપાસનો ધમધમાટ શરૂ થયો હતો તો બીજી તરફ મેડીકલ વેસ્ટ ક્યાંથી આવ્યો અને કોને જાહેરમાં સળગાવ્યો તેને લઈ આરોગ્ય વિભાગ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ દ્વારા જવાબદાર સામે કાર્યવાહી કરવા માટે તપાસ શરૂ કરાઈ હતી.. આ તપાસ દરમિયાન ઘટના સ્થળેથી અર્થ સળગેલી હાલતમાં મળી આવેલ મેડિકલ વેસ્ટ નાં ઢગલા માંથી બ્લડ બેંકની બ્લડ બેગ મળી આવી હતી જે બ્લડ બેગની આધારે આરોગ્ય વિભાગ દ્વારા તપાસનો દોર શરૂ કર્યો હતો.. જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા બ્લડબેગની આધારિત તપાસ કરાતા બ્લડ બેન્ક ઇડરની ત્રિમૂર્તિ વોલેન્ટ્રી બ્લડ બેન્ક માંથી ઇશ્યૂ થયું હોવાની માહિતી સામે આવી હતી.. જ્યારે આરોગ્ય વિભાગની તપાસમાં ખુલાસો થયો હતો કે આ બ્લડ ત્રિમૂર્તિ વોલેન્ટ્રી બ્લડ બેન્કમાંથી ઈડરની યુનિટી હોસ્પિટલમાં દાખલ કરાયેલા દર્દીને બ્લડની જરૂરિયાત હોય તેના આધારે મંગાવવામાં આવ્યું હતું.. જો કે હોસ્પિટલે ગૌર બેદરકારી દાખવી મેડિકલ વેસ્ટ હોસ્પિટલ થી થોડીક દૂર કોમ્પલેક્ષના પાછળના ભાગે ખુલ્લા ભાગમાં જાહેરમાં અર્ધ સળગાવેલી હાલતમાં મેડીકલ વેસ્ટ છોડી દેતા આસપાસના વહેપારીઓ સહીત અવર જવર કરતા લોકોનાં સ્વસ્થ સાથે ચેડા થતાં હોવાથી લોકોમાં હોસ્પિટલ સામે રોષ જોવા મળી રહ્યો છે.. તો બીજી તરફ હોસ્પિટલો માંથી નીકળતો મેડિકલ વેસ્ટ લેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા જે તે એજન્સીઓને કોન્ટેક્ટ પર આપવામાં આવેલા છે.. ત્યારે ઈડરની યુનિટી હોસ્પિટલ દ્વારા જાહેરમાં પોતાની હોસ્પિટલનો મેડિકલ વેસ્ટ જેમકે બ્લડબેગ, બોટલ, સીરીઝો, સહિતનો મેડિકલ વેસ્ટ જાહેરમાં સળગાવવાનો કિસ્સો પ્રકાશમાં આવતા આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલને 48 કલાકમાં જવાબ આપવા માટે ફરમાન ફરમાવવામાં આવ્યું છે.. તો બીજી તરફ આરોગ્ય વિભાગનો ડર રાખ્યા વિના કાયદા કાનૂન નેવે મૂકી આરોગ્ય વિભાગને ખુલ્લી ચેલેન્જ ફટકારી જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાવનાર હોસ્પિટલ સામે કડક ઝડપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે તો બીજી તરફ આરોગ્ય વિભાગને હાથ લાગેલા આધાર પુરાવા મુજબ હોસ્પિટલની સામે કેવા અને કેટલા પગલાં ભરવામાં આવે છે તે જરૂરી બન્યું છે…

આ બાબતે તાલુકા હેલ્થ ઓફિસર સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઈડરના બાલાજી કોમ્પલેક્ષના પાછળના ભાગમાં ખુલ્લી જગ્યામાં મેડિકલ વેસ્ટ સળગાવવામાં આવ્યો હતો જો કે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ વેસ્ટ ને લેવા માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે તેની સામે જાહેરમાં મેડિકલ વેસ્ટ સળગાવવો તે ગંભીર ગુણો માનવામાં આવે છે બીજી તરફ મેડિકલ વેસ્ટ ના ઢગલા માંથી અર્ધ સળગેલી હાલતમાં મળી આવેલ મેડિકલ વેસ્ટ બાબતે સ્થળ ઉપરથી મળેલા પુરાવા આધારિત મેડિકલ વેસ્ટ ઈડરની યુનિટી હોસ્પિટલનો હોવાનું સામે આવ્યું છે તો બીજી તરફ હોસ્પિટલ ને આરોગ્ય વિભાગ દ્વારા 48 કલાકમાં જવાબ આપવા માટેની નોટિસ પણ ફટકારવામાં આવી છે હોસ્પિટલ દ્વારા જવાબ આપ્યા બાદ આરોગ્ય વિભાગ દ્વારા થતી કાર્યવાહી કરવામાં આવશે…

જયંતિ પરમાર સાબરકાંઠા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!