વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે નોટિફિકેશન જારી કર્યું છે.મંત્રાલયે નોટિફિકેશનમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગ અધિનિયમ 2005ની કલમ (3) અંતર્ગત રચાયેલી સમિતિએ તપાસ હાથ ધરી હતી. જેમાં જાણવા મળ્યું કે, આ પ્રોડક્ટ હેલ્ધી ડ્રિંકની પરિભાષાને અનુરૂપ નથી.
ઉલ્લેખનીય છે, હેલ્ધી ડ્રિંકને ફૂડ ખાદ્ય સુરક્ષા પ્રણાલી અધિનિયમ 2006 હેઠળ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. આ પ્રકારની પ્રોડક્ટને 2 એપ્રિલે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા એનર્જી ડ્રિંક કે હેલ્ધી ડ્રિંક શબ્દનો દુરપયોગ ન કરવા નિર્દેશ કર્યો હતો.
રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગે ગતવર્ષે બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલિજ ઈન્ટરનેશનલ ઈન્ડિયા લિમિટેડને નોટિસ પાઠવી હતી. જેમાં ઉલ્લેખ કર્યો હતો કે, આ પ્રોડક્ટમાં વધુ પ્રમાણમાં સુગર મળી આવી હોવાની ફરિયાદ છે. તેમજ તેમાં સામેલ અમુક સામગ્રી બાળકોના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જેથી કંપનીને પોતાની પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલની સમીક્ષા કરી પરત લેવા આદેશ આપ્યો હતો.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.