BHARUCHJAMBUSAR

જંબુસર નગર ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની રાહબરી હેઠળ ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ કરવામા આવ્યુ.

જંબુસર

જંબુસર નગર ખાતે જીલ્લા પોલીસ અધિક્ષક ની રાહબરી હેઠળ ફ્લેગ માર્ચ તથા ફૂટ પેટ્રોલિંગ યોજાયું હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે. રામ નવમી પર્વ ની જંબુસર નગર મા શાંતિપૂર્ણ માહોલમાં એકતા અને ભાઈચારાથી ઉજવણી થાય તેમજ આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી યોજાનાર હોય જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા ની રાહબરી હેઠળ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચ નુ આયોજન કરવામા આવ્યુ હતુ. જીલ્લા પોલીસ વડા મયુર ચાવડા ડેપો પોલીસ ચોકી પાસે આવી પહોંચ્યા હતા.જ્યાંથી તેઓની રાહબરી હેઠળ ફ્લેગમાર્ચ નીકળી હતી. આ ફ્લેગમાર્ચ નગીના મસ્જિદ, માયના લીમડા થઈ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચી હતી. ત્યારબાદ કોટબાણા પોલીસ સ્ટેશન થી જીલ્લા પોલીસ વડા ની આગેવાની મા યોજાયેલ કૂટપેટ્રોલિંગ નગર ના ઉપલીવાટ, ગણેશ ચોક, લીલોતરી બજાર, સોનીચકલા, મુખ્ય બજાર થઈ પરત કોટ બારણા ખાતે આવી પહોંચતા તેનુ સમાપન કરાવ્યું હતું. ફુટ પેટ્રોલિંગ તથા ફ્લેગ માર્ચમાં પોલીસ ઈન્સ્પેક્ટર એ વી પાણમીયા, સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર કે એમ વાઘેલા, જંબુસર, આમોદ, વાગરા, પીએસઆઇ સહિત પોલીસ જવાનો, એલસીબી, વુમન પોલીસ, હોમગાર્ડ, જીઆરડી જવાનો હાજર રહ્યા હતા

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!