GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ  વેલણવાડા ગામના મહિલા પશુપાલકો સાથે સંવાદ સાધ્યો.

વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા

મહીસાગર જિલ્લા કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારીએ  વેલણવાડા ગામના મહિલા પશુપાલકો સાથે સંવાદ સાધ્યો.

લોકશાહીના મહાપર્વમાં રાજ્યના ચુંટણી પંચ દ્વારા મતદારોને સહપરિવાર મતદાન માટે પાઠવવામાં આવેલી આમંત્રણ પત્રિકા રૂબરૂ પાઠવી

વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની.

પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી  પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવા અંગેનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લાની વાત કરીએ તો, લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માં જિલ્લા ચૂંટણી અધિકારી  નેહા કુમારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મતદારો પોતાના મતાધિકારનો મહત્તમ ઉપયોગ કરીને લોકશાહીના પર્વની ગૌરવભેર ઉજવણી કરે તે માટે સમગ્ર ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃત્તિના ભગીરથ પ્રયાસો કરાઈ રહ્યા છે.

જિલ્લા ચુંટણી અધિકારી  નેહા કુમારી દ્વારા મહિલા પશુપાલક સાથે મતદાર જાગૃતિ અંતર્ગત સંવાદ સાધ્યો હતો. આ લોકસાહિના પર્વમાં ઉત્સાહ સાથે જોડાઈ અચૂક મતદાન કરે અને અન્ય લોકોને પણ મતદાન કરવા પ્રેરિક કરે અને ઉપસ્થિત મહિલાઓએ ખાતરી આપી હતી કે અમે તો મતદાન કરવા જશું જ પણ સાથે ગામની દરેક મહિલાઓને જોડે લઈ જઈ મતદાન કરીશું.

આગામી મે મહિનાની ૭ મી તારીખે લોકશાહીના મહાપર્વની ઉજવણી મહીસાગર જિલ્લામાં કરવામાં આવનાર છે, ત્યારે જિલ્લાના મતદાન મથકોમાં મહિલા મતદારોની મતદાનમાં સહભાગીતા વધારવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

જિલ્લાના મતદાન મથકો પર મહિલાઓના મતદાનનું પ્રમાણ વધે તે માટે સપરિવાર મતદાન કરવા અનુરોધ કરતી મતદાન મથકોની મહિલાઓને આમંત્રણ પત્રિકાઓ જિલ્લા ચુંટણી અધિકારી  નેહા કુમારી અને જિલ્લા વિકાસ અધિકારી ચંદ્રકાંત પટેલ દ્વારા પાઠવવામાં આવી છે.

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!