MORBI:મોરબીમાં ઉંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોઘાઈ
MORBI:મોરબીમાં ઉંચા વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉઘરાણી કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોઘાઈ
મળતી માહિતી અનુસાર મૂળ મોરબી તાલુકાના ખરેડા ગામના વતની હાલ મોરબીના રવાપર રોડ ઉપર ગૌતમ સીસાયટીમાં આવેલ સેન્ટરવ્યૂ એપાર્ટમેન્ટમાં રહેતા રમેશભાઇ તળશીભાઇ ડઢાણીયા ઉવ.૪૯ એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી મુકેશભાઇ ડાંગર રહે.કોયલી તા.મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે રમેશભાઈને આરોપી મુકેશભાઈએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા આપી રમેશભાઈની સહી વાળા કોરા ચેક બળજબરીપુર્વક લખાવી લઇ આરોપી મુકેશભાઈ વધુ રૂપીયાની અવારનવાર પઠાણી ઉઘરાણી કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી કંટાળી રમેશભાઈએ એ ડિવિઝનમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઇપીસી ૩૮૪,૫૦૪,૫૦૬ તથા મનીલેન્ડર્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર