AHAVADANGGUJARAT

સાપુતારા પોલીસ મથકની સી ટીમે મહારાષ્ટ્રથી ભાગી નીકળેલ બાળકને પરિવાર સાથે પુનઃમિલાપ કરાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

મહારાષ્ટ્ર રાજ્યનાં ધુલિયા જિલ્લાના એક ગામમાંથી (ધો.8 માં અભ્યાસ કરતો 14 વર્ષીય ) બાળક પોતાના ઘરે કોઈને કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર જ પોતાના ઘરેથી એક્ટિવા લઈ નીકળી ગયો હતો.જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી.તેવામાં ગતરોજ સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઈ. એન.ઝેડ.ભોયા તથા પોલીસકર્મીઓની ટીમ સાપુતારા ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન એકટીવા ગાડી રજી. નં.MH -18-AS-9905 જે સાપુતારા ખાતે આવેલ એક હોટેલ આગળથી મળી આવી હતી.જે એક્ટિવા કોની છે જે અંગેની પૂછપરછ કરતા અહી 14 વર્ષીય બાળક આવતા પોલીસને શંકા થઈ હતી.જેથી સાપુતારા પોલીસ મથકનાં પી.એસ.આઇ. એન.ઝેડ.ભોયા એ તુરંત જ એક્ટિવા ગાડી અને બાળકનું રેસ્ક્યુ કરી સાપુતારા પોલીસ મથકે લઈ જઈ આ બાળકને હિંમત આપી સી ટીમને સોંપણી કરી હતી.બાદમાં સાપુતારા પોલીસ મથકની SHE ટીમ દ્વારા બાળકનું કાઉન્સિલિંગ કરવામાં આવ્યુ હતુ.અને બાળકને તે ક્યાંથી આવ્યા છે અને ઘરે કોઈને જાણ કરી છે કે કેમ ? તે અંગે પણ પૂછવામાં આવ્યુ હતુ. ત્યારે બાળકે જણાવ્યું હતું કે, પોતે કોઈ અગમ્ય કારણસર ઘરે કોઈને પણ જાણ કર્યા વગર નીકળી આવેલ છે.જે બાદ એક્ટિવા ગાડી માલિકનું નામ ઠામ પોલીસ દ્વારા જાણવામાં આવતા મહારાષ્ટ્ર રાજ્યનાં ધુલીયાનાં હોવાનું જાણવા મળ્યુ હતુ.જેથી સાપુતારા પોલીસની સી ટીમ દ્વારા બાળકના પિતાનો ટેલીફોનિક સંપર્ક કરવામાં આવ્યો હતો અને સાપુતારા પોલીસ મથકે તેમને બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ સાપુતારા પોલીસ સ્ટાફ દ્વારા બાળકોનો કબજો તેમના માતા-પિતાને આપવામાં આવ્યો હતો અને બાળકનો પરિવાર સાથે પુનઃ મિલાપ કરાવ્યો હતો.અહી બાળકનાં માતા પિતાએ સાપુતારા પોલીસ મથકનાં સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!