ARAVALLIGUJARATMODASA

સાબરકાંઠા : વડાલી ભાજપ કાર્યાલયના ઉદગાટનમાં રાજપુત સમાજનો ઉગ્ર વિરોધ,રાજપૂતોએ વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો                                                    

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

સાબરકાંઠા : વડાલી ભાજપ કાર્યાલયના ઉદગાટનમાં રાજપુત સમાજનો ઉગ્ર વિરોધ,રાજપૂતોએ વડાલી પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો

મહાકાલ સેનાના વિક્કી બાપુને પોલીસે ઘરેથી ઉપાડી લીધો હોવાના આક્ષેપ સાથે રોડ પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો

રાજપૂત સમાજના અગ્રણી અને પોલીસ અધિકારી વેચ્ચે ઉગ્ર બોલાચાલી પૂર્વ કેબિનેટ મંત્રી અને ઇડર ભાજપના ધારાસભ્ય રાજપૂત સમાજના વિરોધીથી આક્રમણ બની પોલીસ જીભ સુધી રાજપૂત અગ્રણી સાથે દલીલ માટે ધસી ગયા હતા

ગુજરાતમાં રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાનો વિરોધ દિવસને ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે સાદરકાંઠા જીલ્લાના વડાલીમાં લોકસભા ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન દરમિયાન રાજપૂત સમજે આક્રમક જોરદાર વિરોધ નોંધાવ્યો હતો ચુસ્ત પોલીસ બંદોબસ્ત જીલ્લા ભાજપ સંગઠન પણ ચોંકી ઉઠ્યું છે પૂર્વ મંત્રી રમણલાલ વોરા પણ રાજપુત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણમાં પોલીસજીપ સુધી દોડી પંહોચાતા ભાજપના અગ્રણીઓ લઇ ગયા હતા મહાકાલ સેનાના અને ભવાનગઢના વિક્કી બાપુની બિનધિકૃત રીતે પોલીસે અટકાયત કરતા વડાલી પોલીસ સ્ટેશન આગળ પણ વિરોધ પ્રદર્શન કરાયો હતો રોડ પર પર બેસી અને બેરિકેટ હટાવી રાજપુત સમાજે વિરોધ નોંધાવ્યો હતા

રાજકોટના પુરૂષોત્તમ રૂપાલાએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ ક્ષત્રિય સમાજ દ્વારા હવે ખુલ્લો વિરોધ કરાઈ રહ્યો છે. રૂપાલાના વિરોધનો ભોગ રાજ્યના ભાજપના ઉમેદવાર બની રહ્યા છે સાબરકાંઠા વડાલી ભાજપ કાર્યાલયના ઉદઘાટનમાં રાજપુત સમાજે ભારે વિરોધ નોંધવ્યો હતો રાજપુત સમાજના આક્રમક વિરોધથી સ્થાનિક પોલીસ અને ભાજપ સંગઠન ચોંકી ગયા હતા પોલીસે રાજપૂત સમાજના અગ્રણીઓની અટકાયત કરવાનો પ્રયત્ન કરતા પોલીસ અને રાજપુત સમાજ વણે ઉગ્ર ઘર્ષણ થતાં ભારે હોબાળો મચી ગયો હતો પોલીસ અને રાજપુત સમાજ વચ્ચે ઘર્ષણમાં રમણલાલ વોરા દોડી પહોચતાં રાજપૂત સમાજના યુવાનો ભારે રોષે ભરાયા હતા સ્થિતિ સ્ફોટક બને તે પહેલા પોલીસ અને ભાજપના અગ્રણીઓએ રમણલાલ વોરાને સાઇડમાં લઇ ગયા હતા પૂર્વ મંત્રી રમણલાલ વોરા ઉગ્ર થઇ જતા ટીકાનો ભોગ બન્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!