JUNAGADHJUNAGADH CITY / TALUKO

સિનિયર સિટીઝનોએ અચૂક મતદાન કરવાની સાથે અન્ય મતદારોને મતદાન માટે કરશે પ્રોત્સાહિત

જૂનાગઢમાં સિનિયર સિટીઝન મંડળ તા.૭મી મે એ અચૂકપણે મતદાન કરવા માટે થયું સંકલ્પબદ્ધ

વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : સિનિયર સિટીઝન મંડળ મતદાન કરવાની સાથે અન્ય મતદારોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરશે. આ મંડળના વરિષ્ઠ નાગરિકો તા.૭મી મે એ અચૂક મતદાન કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે.
જૂનાગઢમાં ભરડાવાવ પાસે આવેલ માળી જ્ઞાતિની વાડીમાં આયોજિત એક કાર્યક્રમમાં સિનિયર સિટીઝન મંડળના સભ્યોએ નિર્ભયતાપૂર્વક, ધર્મ, વંશ, જ્ઞાતિ, જાતિ, ભાષા કે અન્ય કોઈપણ પ્રકારનાથી પ્રલોભનોથી પ્રભાવિત થયા સિવાય મતદાન કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી લતાબેન ઉપાધ્યાયે વરિષ્ઠ નાગરિકોને મતદાન અચૂક મતદાન કરવા માટે અનુરોધ કર્યો હતો આ સાથે તેમણે અન્ય મતદારોને પણ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા પણ ભારપૂર્વક જણાવ્યું હતું. ઉપરાંત હિટવેવને ધ્યાનમાં રાખી વહેલી સવારે એટલે કે ઠંડા પહોરના મતદાન કરવા જવા માટે સવિશેષ અનુરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શનમાં સ્વીપ અંતર્ગત જુદા-જુદા મતદાન જાગૃતિના કાર્યક્રમના માધ્યમથી લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવી રહ્યા છે.
આ પ્રસંગે સિનિયર સિટીઝન મંડળના પ્રમુખ જે. બી. માંકડ ઉપપ્રમુખ રશ્મીબેન વિઠલાણી, કાર્યકારી પ્રમુખ રમેશભાઈ મહેતા તથા વજુભાઈ હિરપરા સહિતના ભાઈઓ – બહેનો વરિષ્ઠ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!