MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકોએ ૨૮ એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન

MORBI:મોરબી જિલ્લાના ૮૮૯ મતદાન મથકોએ ૨૮ એપ્રિલે ‘Know Your Polling Station’ કેમ્પેઈનનું આયોજન

બી. એલ. ઓ. મતદાન મથક વિશે માહિતી પૂરી પાડશે; મતદાન મથકોએ સાફ સફાઈ અને રંગ રોગાન હાથ ધરાશે

મતદારોને મતદાન મથકોએ સુગમતા રહે અને મતદાન મથક ને અગાઉથી જાણી અનુભવ કરે તે માટે ચૂંટણી પંચના માર્ગદર્શન અન્વયે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા આગામી ૨૮ એપ્રિલે જિલ્લાના ૮૮૯ મતદાન મથકો પર ‘Know Your Polling Station’નું આયોજન કરવામાં આવ્યું છે.

ભારતના ચૂંટણી પંચના નેતૃત્વમાં મતદારો મતદાનના અનુભવને વધુ સુખદ બનાવી શકે, મતદાન મથકે મુંઝવણ ન અનુભવે અને મતદાન મથકના સ્થળની અગાઉથી મુલાકાત લઈ પરિચિત બને તે માટે મોરબી જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કુલદિપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ના રોજ સવારે ૯.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધી ‘Know Your Polling Station’ કેમ્પેઇનનું આયોજન કરવામાં આવનાર છે.

જે અંતર્ગત કચ્છ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૫-મોરબી વિઘાનસભા મતવિસ્તાર તેમજ રાજકોટ સંસદીય મતવિસ્તારમાં સમાવિષ્ટ ૬૬-ટંકારા અને ૬૭-વાંકાનેરના મતદાન મથકો મળી ૮૮૯ મતદાન મથકો પર તા.૨૮/૦૪/૨૦૨૪ના દિવસે મતદાન મથકના બી.એલ.ઓ.શ્રી મતદારયાદી સાથે બેસવાના છે અને મતદારોને મતદારયાદીમાં તેઓના ભાગ નંબર, ક્રમ અને મતદાન મથકની માહિતી આપશે.

આ આયોજન અન્વયે મતદાન મથકના સ્થળની અંદર તેમજ બહારના વિસ્તારની સાફ સફાઇ હાથ ધરવામાં આવનાર છે, મતદાન મથકે જરૂરીયાત જણાયે રંગકામ તેમજ સમારકામની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે અને મતદાન મથકે શૈચાલયની સ્વચ્છતા અંગેની કામગીરી હાથ ઘરવામાં આવનાર છે.

વધુમાં દિવ્યાંગ મતદારો, સર્ભગા મહિલાઓ તથા ૮૦+ મતદારોને મતદાન માટે પ્રાધાન્ય આપવામાં આવે છે, મતદાન માટે ઓળખના વૈકલ્પિક પુરાવા અંગેની માહિતી બી.એલ.ઓ.શ્રી દ્રારા આપવામાં આવશે. મતદાન મથક પર મતદાનના દિવસે પાર્કીંગ ની વ્યવસ્થા અંગેની માહિતી સંબંધિત બી.એલ.ઓ. દ્રારા આપવામાં આવશે જેથી આગામી તા.૨૮/૦૪/૨૦૨૪ના સવારે ૯.૦૦ કલાકથી ૧૨.૩૦ કલાક સુધીમાં મતદારોએ પોતાના મતદાન મથકે જઇ અગાઉથી મતદાન મથકથી પરીચિત બની આ કેમ્પઇન નો હિસ્સો બનવા મોરબી ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી દ્વારા જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!