GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Gondal: ગોંડલ વિધાનસભા વિસ્તારમાં મતદારોને જાગૃત કરવા મેડિકલ એસોસિયેશન, શોપિંગ મોલના માલિકો સાથે બેઠક યોજાઈ

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

મતદારોને જાગૃત કરવા વિશિષ્ટ પ્રયાસોના આયોજન કરવા સૂચન

Rajkot, Gondal: સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે જે અન્વયે ગુજરાતમાં તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.આ અનુસંધાનના ૭૩- ગોંડલ વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ શહેર/ ગ્રામ્ય વિસ્તારમાં મતદાન મથકોમાં મતદાન વધારવા, મતદાનનું મહત્વ સમજાવવા તથા મહિલા મતદારોની મતદાનમાં ભાગીદારી વધે તે માટે સંબંધિત અધિકારી દ્વારા મેડિકલ એસોસિએશનના હોદ્દેદારો, શોપિંગ મોલ અને ખાદી ભંડારના માલિકો તથા હોદ્દેદારો સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં હોદ્દેદારોને મતદારોને જાગૃત કરવા વિશિષ્ટ પ્રયાસોના આયોજન કરવા સૂચન કરવામાં આવ્યું હતું સાથે જ વિવિધ સ્વીપ એક્ટીવીટીમા સહકાર આપી મતદાનની ટકાવારી વધે, લોકો ઉત્સાહભેર મતદાન કરે તેમજ મહિલાઓની મતદાનમાં ભાગીદારી વધે તે માટે પ્રયત્નો કરવા અંગે સુચનાઓ આ૫વામાં આવી હતી. આ અનુસંધાને હોદ્દેદારોએ મતદાર જાગૃતિ ઝુંબેશમા જોડાવા ઉમંગ દર્શાવ્યો હતો તેમ અધિક કલેકટર તથા સ્વીપના નોડલ અધિકારીશ્રી જિજ્ઞાસાબેન ગઢવીની યાદીમાં જણાવાયું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!