GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટ જિલ્લામાં મતદાન પુરું થવાના ૪૮ કલાક પહેલાં ચૂંટણી પ્રચાર સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો

તા.૨૪/૪/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

રાજકોટ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મતદાર વિભાગમાં આવરી લેવાયેલા તમામ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ સવારના ૦૭:૦૦ કલાકથી સાંજના ૦૬:૦૦ કલાક સુધી થનાર મતદાન સંદર્ભે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી પ્રભવ જોષી એ રાજકોટ શહેર સહીત રાજકોટ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં મતદાન પુરું થવાના સમય પહેલાના ૪૮ કલાક એટલે કે તા. ૦૫/૦૫/૨૦૨૪નાં સાંજના ૦૬:૦૦ કલાકથી ચૂંટણી પ્રચાર સંદર્ભે પ્રતિબંધાત્મક આદેશો જાહેર કર્યા છે.

જે મુજબ કોઈપણ વ્યક્તિ ચૂંટણી સબંધમાં કોઈ જાહેરસભા બોલાવશે નહીં, યોજશે નહીં, સંબોધન કરશે નહીં કે સરઘસ કાઢશે નહીં કે તેવી સભામાં હાજરી આપશે નહીં. તેમજ સિનેમેટોગ્રાફ, ટેલીવિઝન, એલ.ઈ.ડી. અથવા આવા અન્ય સાધનોની સહાયથી ચૂંટણી સામગ્રી જાહેરમાં પ્રદર્શિત કરશે નહીં.

વધુમાં, મતદાન વિસ્તારમાં જાહેર જનતાને આકર્ષવાની દ્રષ્ટિએ જાહેરમાં સંગીતનો જલસો, થીએટરનો કાર્યક્રમ, મનોરંજન કાર્યક્રમ કે સમુહભોજન યોજીને કે યોજવા માટેની વ્યવસ્થા કરી આપીને ચૂંટણી પ્રચાર કરશે નહીં કે ચૂંટણીના પરીણામ પર અસર કરે તેવા ઈરાદાવાળી કોઈ પ્રવૃતિ કરશે નહીં. ઘરે-ઘરે ફરીને ચૂંટણી પ્રચાર કરવા પર પ્રતિબંધ નથી. પરંતુ આ સમયગાળા દરમિયાન ચૂંટણી પ્રચાર માટે ઘરે-ઘરે મુલાકાત લેતી વખતે એક સાથે વધુમાં વધુ પાંચ વ્યક્તિઓ જઈ શકશે. પક્ષના કાર્યકરો/નેતાઓ જેનાં પર પક્ષનું પ્રતિક હોય તેવી ટોપી, મફલર પહેરી શકશે પરંતુ તેઓ બેનર્સ પ્રદર્શિત કરી શકશે નહીં. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!