GUJARATHALOLPANCHMAHAL

વડોદરા:36 માં ઉર્ષે અજીમે મિલ્લતની કુલ શરીફની વિધિ સાથે ચાર દિવસીય ઉર્ષનું સમાપન

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૪.૪.૨૦૨૪

વડોદરા ખાતે તા.21 થી 24 એપ્રિલ દરમિયાન વિશ્વના તમામ સુફીઓના સરદાર બગદાદવાળા પીરની 25મી પેઢીના સંત કાદરી સૈયદ અઝીમે મિલ્લત રહે.નો 36 મો ઉર્ષ ભારે ભક્તિભાવથી ઉજવાયો હતો.ઉર્સના પહેલા દિવસે તા.21મી એ બપોરે ગોસીયા મંજિલ,અજબડી મિલ ખાતે યાકુતપુરાથી ગાદીપતિ હજરત સૈયદ મોઇનુદ્દીન બાબા સાહેબની અધ્યક્ષતામાં વિશાળ જનમેદની સાથે સંદલનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું.જે શહેરના વિવિધ માર્ગોએ થઈ મોડી સાંજે મેમણ કોલોની ખાતે આવેલ દરગાહે પહોંચ્યું હતું.ત્યારબાદ દેશભરના વિવિધ ખાનકાહોના ગાદીપતિ, વિદ્ધાનો,શાયરો, ઇજનેરો,તબીબો સહિત બુદ્ધિજીવી અગ્રણીઓની હાજરીમાં સંદલ ચાદરની પરંપરાગત વિધિ થઈ હતી. જ્યારે ઉર્ષના બીજા દિવસે રાત્રે આધ્યાત્મિક પ્રવચનના કાર્યક્રમમાં કલકત્તાના મુફતી સરફરાજ સાહેબ તેમજ ભારતના ટોચના વિદ્ધાન મૌલાના કારી સગીર અહેમદ જોખનપૂરી સાહેબે કુરાનના ઉપદેશો દ્વારા સમજાવ્યું કે હઝરત આદમની દુઆ મદીનાવાળા આકારનું નામ લેતા કબુલ થઈ જાય તો આપને પણ આપની દરેક દુઆ શ્રુષ્ટિના માલિક પાસે કબુલ કરાવવા મદીનાવાળા આકાને યાદ કરવા જ પડશે જે સુફી સંતોનું આચરણ પણ છે.જ્યારે ઉર્ષના ત્રીજા દિવસના પ્રવચનમાં મુંબઈના મૌલાના જુબેર અહેમદ સાહેબે જણાવ્યું કે ફક્ત દેખાડા ખાતર મોંઘા લગ્નની કુપ્રથાને બદલે સમાજ માટે શિક્ષણ ક્ષેત્રે ખર્ચ કરવો સમયની માંગ છે. જેથી યુવાનો સાચી દિશામાં વિકાસ સાધી શકે સાથે જ સાઉથ આફ્રિકાથી આવેલા હજરત મૌલાના મુસા રજા કાદરી સાહેબે ખુબ સરળ ભાષામાં સમજાવ્યું કે સંતો પ્રત્યે લોકોનો આદરપ્રેમ એ સુફી સંતોએ નિસ્વાર્થ ભાવે કરેલ જનસેવા અને ઈબાદતનું અલ્લાહ તરફથી મળેલ ઇનામ છે.જે સદીઓ સુધી લોકો હૃદયમાં કાયમ રહે છે.ત્યારે કાર્યક્રમમાં માત્ર ગુજરાત જ નહીં દેશ વિદેશથી હજારોની સંખ્યામાં શ્રોતાગણો મોડે સુધી શિસ્તબદ્ધ હાજરી આપી હતી.ત્યારે સજ્જાદગાન હજરત કારી સૈયદ અમીરુદ્દીન બાબા સાહેબ તથા સૈયદ કબીરુદ્દીન બાબા સાહેબ ના માર્ગદર્શન હેઠળ હઝરત મૌલાના મુસ્તાકીમ સાહેબ નઇમીએ સફળતાપૂર્વક સંચાલન કર્યું હતું.પ્રસિદ્ધ શાયરોમાં બેહરાઈચથી આવેલ જનાબ શાને આલમ મસઉદી,બરેલીના જનાબ ઇમરાન મઝહર બરકાતી જેવા પહેલી હરોળના શાયરોએ લોકોને વર્ષો સુધી યાદ રહે તેવા સુમધુર ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.જ્યારે ઉજવણીના છેલ્લા દિવસે 24મી એ બુધવારે સવારે 10:00 કલાકે કુરાન પઠન અને મિલાદનું આયોજન કરાયું હતું. બપોરે 1:30 વાગે કાદરી વંશાવલી પઠન સલામ અને ગાદીપતિ હજરત સૈયદ મોઇનુદ્દીન બાબાસાહેબની વિશેષ દુવાઓ સાથે ચાર દિવસીય ઉર્સનું સમાપન થયું હતું.જેમાં મોટી સંખ્યામાં દેશ-વિદેશથી અનુયાઈઓ ઉર્સનો લાભ લેવા ઉમટી પડ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!