GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જી.આઇ.ડી.સી.એન્જીનીયરીંગ કોલેજના વિદ્યાર્થીઓ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટમાં ઝળક્યા

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

શ્રી ધનવંતરી કોલેજ ઑફ એન્જીનીયરીંગ એન્ડ ટેકનોલોજી કિમ દ્વારા ધનવંતરી સ્પોર્ટસ લીગ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઈન્ટરકોલેજ ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચાર દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં અલગ અલગ કોલેજોની ટીમોએ ભાગ લીધો હતો.

જેમાં જી.આ.ઇ.ડી.સી. ડિગ્રી એન્જીનીયરીંગ કોલેજ નવસારીની ક્રિકેટ ટીમ કેપ્ટન જીત ટંડેલની આગેવાનીમાં વત્સલ પટેલ, વેનીશ ટંડેલ, મન ટંડેલ, મીકી ટંડેલ, રાજ ટંડેલ, દિપેન ટંડેલ, નીલ ટંડેલ, લવ ટંડેલ, નીલ ટંડેલ , કેવીન ટંડેલ અને ધ્રુવ ટંડેલ એ ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી ટીમને ચેમ્પિયન બનાવી હતી.

જ્યારે વોલીબોલની ટીમ કેપ્ટન મન ટંડેલની આગેવાનીમાં મીકી ટંડેલ, રાજ ટંડેલ, દિપેન ટંડેલ, નીલ ટંડેલ, લવ ટંડેલ, ધ્રુવ ટંડેલ, નીલ ટંડેલ , કેવીન ટંડેલ, જીત ટંડેલ, વત્સલ પટેલ અને વેનીશ ટંડેલ પોતાના પ્રદર્શન દ્વારા બીજા ક્રમે રહી હતી. પોતાના પ્રદર્શનથી કોલેજને ગૌરવ અપાવવા માટે વિદ્યાર્થીઓ અને તેમને તૈયાર કરવા વાળા શિક્ષકોને જી.આઇ.ડી.સી. એજ્યુકેશન સોસાયટી અને કોલેજના આચાર્ય ડૉ.એચ. એસ. પાટીલ એ અભિનંદન પાઠવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!