DAHODGUJARAT

દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ની વર્ષ 2018 પહેલી બેચ ની ફર્સ્ટ ગ્રેજુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું

તા.૨૫.૦૪.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદ ઝાયડસ હોસ્પિટલ એન્ડ મેડિકલ કોલેજ ની વર્ષ 2018 પહેલી બેચ ની ફર્સ્ટ ગ્રેજુએશન સેરેમનીનું આયોજન ઝાયડસ મેડિકલ કોલેજ ખાતે થયું હતું

ઝાયડસ મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ ની પ્રથમ બેચમાં 150 માંથી 147 વિદ્યાર્થીઓ નું કોણવોકેશન કરવામાં આવ્યું હતું ઝાયડસ મેડિકલ કોલેજ ની આ સેરેમનીમાં હેલ્થ કમિશનરે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓ ની મહેનત છે જેના કારણે આજે તેઓઆ ડિગ્રી મેળવી રહ્યા છે અને આજથી તમે એક નોબલ પ્રોફેશન સાથે જોડાશો અને તમારે એનામાં ખાસ ટેકનોલોજી અને એમાં પણ AI અને રોબોટિક્સ ટેકનોલોજી સાથે અપડેટ રેહવું પડશે ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન પંકજ પટેલ પોતાના વીડિયો સંદેશમાં કહ્યું કે અમારો પ્રયાસ સારી સુવિધાઓ અને સગવડ સાથે સારું એજ્યુકેશનલ એનવાયરમેન્ટ પુરૂપડવાનો છે અને સાથે સાથે સારા અને અનુભવી કુશળ પ્રોફેસર કે જે તમારું સારું ઘડતર કરી શકે અને અદ્યતન ટેકનોલોજી યુક્ત શિક્ષણ આપી શકે હું વડાપ્રધાન નરેન્દ્રભાઇ નો આ પ્રસંગે ખૂબ ખૂબ આભાર માનુ છું કે દાહોદ જેવા આદિવાસી જિલ્લામાં આ હોસ્પિટલ માટે પ્રેરણા આપી અને જેના કારણે મને આ જિલ્લાના લોકોની સેવા કરવાની તક પણ મળી

આ પ્રસંગે મુખ્ય અતિથિ હેલ્થ કમિશનર દાહોદ હોસ્પિટલ અને મેડિકલ કોલેજની મુલાકાત લીધી હતી જ્યારે પ્રતાપસિંહ ચૌહાણ વાઇસ ચાન્સેલર ગોવિંદ ગુરુ યુનિવર્સિટી મુખ્ય મેહમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને કહ્યું હતું કે મેડિકલ સાયન્સમાં ભારત નું કલીનિકલ નું એજ્યુકેશન સૌથી સ્ટ્રોંગ છે અને ગુજરાતની સરકાર અને કેન્દ્રની સરકાર આરોગ્ય ક્ષેત્રે કટિબદ્ધ છે એટલે દાહોદ નો એસ્પીરેશનલ જિલ્લામા સમાવેશ કરી તેને વિકાસની ગતિએ આગળ વધારવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે આ સમગ્ર કાર્યક્રમમાં ઝાયડસ ફાઉન્ડેશન ચેરમેન ડિરેક્ટર કિરતી પટેલ પટેલની , દાહોદ ઝાયડસના સીઇઓ સંજય કુમાર, ડીન ત્રિપાઠી તેમજ તમામ hod, વિદ્યાર્થીઓ અને વાલીઓ ની ગરીમામાય ઉપસ્થિતિ રહી હતી જેના કારણે વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!