GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

Wakaner:વાંકાનેર મોબાઈલમાં ઓનલાઇન વર્લીના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયાં 

Wakaner:વાંકાનેર મોબાઈલમાં ઓનલાઇન વર્લીના આંકડાનો જુગાર રમતા બે ઝડપાયાં

વાંકાનેર સીટી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વર્કાબેરના રામચોક વિસ્તારમાં જાહેરમાં મોબાઇલ ફોનમાં ઓનલાઇન વર્લી ફિચર્સના આંકડા કપાવી પૈસાની હારજીતનો જુગાર રમતા બે ઈસમોને પકડી લઇ જુગારધારા હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે મળેલ બાતમીને આધારે વાંકાનેરના રામચોક વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં મોબાઇલ ફોનમાં અલગ અલગ વર્લી બજારના આંકડાઓ લખી સોદાના મેસેજ કરી નાસી આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી સરફરજશા હુશેનશા શાહમદાર ઉવ.૨૬ રહે.વાંકાનેર મિનારા શેરી રામચોક તથા અસલમભાઇ અનવરભાઈ સૈયદ ઉવ.૩૩ રહે.વાંકાનેર મિનારા શેરીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી બંને આરોપીના હવાલાના મોબાઇલ નંગ ૩ કિ.૯,૦૦૦/-, રોકડા રૂપિયા ૨,૫૩૦/- સહીત કુલ ૧૧,૫૩૦/-ના મુદામાલ સાથે બંને આરોપી વિરુદ્ધ વાંકાનેર સીટી પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!