MEHSANAVIJAPUR

મહેસાણા નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ લાવવા સિગ્નેચર કેમ્પેઇન, સેલ્ફી તેમજ બેનર લગાવી પ્રચાર પસાર કરવામાં આવ્યો

મહેસાણા નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ લાવવા સિગ્નેચર કેમ્પેઇન, સેલ્ફી તેમજ બેનર લગાવી પ્રચાર પસાર કરવામાં આવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા નગરપાલિકા દ્વારા “મોઢેરા બસ સ્ટેશન” ખાતે લોક સભા ચૂંટણી ૨૦૨૪ મતદાન જાગૃતિ લાવવા સિગ્નેચર કેમ્પેઇન, સેલ્ફી તેમજ બેનર લગાવી પ્રચાર પસાર કરવામાં આવ્યો હતો . લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં વધુમાં વધુ મતદાન થાય અને નાગરિકોમાં મતદાન માટે જાગૃત્તિ આવે તે માટે સિસ્ટેમેટીક વોટર્સ એજ્યુકેશન એન્ડ ઈલેક્ટોરલ પાર્ટીસિપેશન(SVEEP) અને ટર્ન આઉટ ઈમ્પલિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદારોમાં મતદાન અંગેની જાગૃત્તિ પ્રસરાવવાની કામગીરી શરુ છે.જે હેઠળ ગતરોજ દ્વારા “મોઢેરા બસ સ્ટેશન” ચોકડી ખાતે મતદાન જાગૃતિ લાવવા સિગ્નેચર કેમ્પેઇન, સેલ્ફી તેમજ બેનર લગાવી પ્રચાર પસાર કરવામાં સ્થાનિકો અને પ્રવાસીઓએ ઉત્સાહ દાખવ્યો હતો એમ મહેસાણા નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી દશરથ સિંહ ચાવડાએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે તારીખ સાતમી મે ના રોજ યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી માટે સમગ્ર દેશ સહિત મહેસાણા જિલ્લા અને મહેસાણા શહેરમાં પણ મતદાન જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!