GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર સ્થિત “નોબલ રિફેકટરી” ખાતે સ્વીપ દ્વારા કર્મચારીઓને મતદાન અંગે માર્ગદર્શન અપાયું

WANKANER:વાંકાનેર સ્થિત “નોબલ રિફેકટરી” ખાતે સ્વીપ દ્વારા કર્મચારીઓને મતદાન અંગે માર્ગદર્શન અપાયું

રાજકોટ તા. ૨૬ એપ્રિલ – સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાન યોજાનાર છે. જે અન્વયે રાજકોટ ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે. દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે, ત્યારે રાજકોટ સંસદીય વિસ્તારના ૬૭- વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ નોબલ રિફેકટરી ખાતે કર્મચારીઓને લોકશાહીના પર્વમાં મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી. સાથે મહિલા મતદારોની મતદાનમાં મહત્તમ ભાગીદારી વધે તે માટે મતદારોને સમજૂત કરવામાં આવ્યા હતા. કર્મચારીઓએ મતદાન કરવાના શપથ પણ લીધા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં અધિક કલેક્ટર શ્રી અને સ્વીપના નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ- રેલી યોજી, ગ્રામ વિસ્તારોમાં સેલ્ફી પોઇન્ટ, ગેસના બાટલા – વીજળીના બિલો પર મતદાનના સંદેશા છાપવા, પત્રિકા વિતરણ, વિદ્યાર્થીઓની સમૂહ ચર્ચા, મતદારોની રૂબરૂ મુલાકાત, મહિલા મતદારો સાથે બેઠકો યોજવા સહિતના વિવિધ નવતર પ્રયાસો દ્વારા મતદારોને મતદાનની પવિત્ર ફરજ નિભાવવા મતદાન કરવાનો સંદેશો આપવામાં આવી રહ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!