GUJARATHALOLPANCHMAHAL

હાલોલ માં એમ.એસ.હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે 12 થી 18 મેં દરમ્યાન શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ યોજાશે

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૦.૫.૨૦૨૪

હાલોલ નગરમાં એમ.એસ. હાઈસ્કૂલ કમ્પાઉન્ડ ખાતે 12 થી 18 મેં દરમ્યાન બપોરે 3 થી સાંજે 7 વાગ્યા સુધી શ્રીમદ્દ ભાગવત વચનામૃત જ્ઞાનયજ્ઞ યોજાવનાર હોવાને લઇ વૈષ્ણવોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.જયારે સપ્તાહ નું આયોજન કરનાર મનોરથી દ્વારા તડામાર તૈયારીઓ કરી ચુક્યા છે.પુષ્ટિ સંપ્રદાયમાં હાલોલ ને છોટી કાંકરોલી નું બિરુદ આપવામાં આવ્યું છે.હાલોલ નગર માં વૈષ્ણવ સમાજ બોહળો છે અને નગરમાં બે પુષ્ટિમાર્ગીય મંદિરો આવેલા છે જેને લઇ વખતો વખત વૈષણવો દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાય છે. જેમાં હાલોલ નગરના કોકિલાબેન તેમજ બટુકભાઈ શાહ પરીવાર દ્વારા આ સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. યોજવામાં આવેલ સપ્તાહ જગતગુરુ અનંત વિભૂષિત પ.પૂ.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (ચંપારણ્ય, કાંદીવલી) વ્યાસપીઠ પર બિરાજમાન થઇ તેઓના શ્રી મુખેથી વૈશાખ સુદ પાંચમ 12મી 18 મેં સુધી ભક્તિસભર કર્ણપ્રિય અને સંગીતમય શૈલીમાં રસપાન કરાવશે.જેમાં 12 મેં રવીવાર બપોરે 3.00 કલાકે જવાહર નગર ખાતે થી પોથી યાત્રા નીકળી એમ.એસ. હાઈસ્કૂલ ખાતે કથા મંડપમાં માં પોહચી પ્રથમ દિવસે શ્રી ભાગવતજી માહત્મ્ય સોમવારે શ્રી શુખદેવજી આગમન મંગળવારે શ્રી કપિલ અવતાર બુધવારે શ્રી નરસિંહ જન્મોત્સવ આમ સાત દિવસ જુદા જુદા અધ્યાય રસપાન કરાવશે જેને લઇ વૈષ્ણવો ને આ દિવ્ય મહોત્સવનો લાભ લેવા સપ્તાહ નું આયોજન કરનાર મનોરથી ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!