GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર લાડોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં મૂકવામાં આવેલ સોલાર પેનલ ની ચોરી

વિજાપુર લાડોલ ગામના સીમાડે આવેલ ખેતરમાં મૂકવામાં આવેલ સોલાર પેનલ ની ચોરી
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના લાડોલ ગામના સીમમાં આવેલ ખેતરમાં ખેડૂત દ્વારા સરકાર ની યોજના માંથી 224 જેટલા સોલાર પેનલ માટે નો લાભ લીધો હતો. જેમાંથી 10 જેટલી સોલાર પેનલ વાયરો સહીત રૂપિયા 1,02,380 ની ચોરી અંગે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહીતી મુજબ લાડોલ ગામના અનિલભાઈ પટેલે સરકારની 2018 વર્ષમાં સ્કીમનો લાભ લઈ 224 જેટલા સોલાર પેનલ લગાવવામાં આવ્યા હતા.જે સોલાર પેનલો માંથી 10 જેટલા સોલાર પેનલો તેમજ કનેક્શન ડીસી અર્થીગ વાયરો સહીત કોઈ અજાણ્યા ઈસમો ચોરીને લઈ ગયા હોવાની પોલીસ મથકે અનિલભાઈ પટેલે ફરીયાદ નોંધાવી છે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!